India vs West indies 3rd T20 Kolkata: ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં 2-0ની લીડ બનાવી ચૂક્યુ છે, અને સીરીઝ પણ કબજે કરી ચૂક્યુ છે. આવા સમયે હવે આજની ત્રીજી મેચ ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિક જ રહી ગઇ છે. આજની મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. કેમ કે પહેલાથી જ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને ઋષભ પંતને બીસીસીઆઇએ આરામ આપી દીધો છે.
ખાસ વાત છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપને હવે માત્ર આઠ મહિનાનો જ સમય બાકી રહી ગયો છે, આવામાં ટીમ ઇન્ડિયાનુ મેનેજમેન્ટ નવા ઓપ્શનો જરૂર શોધશે, અને બેન્ચ સ્ટ્રેન્થ અજમાવીને ટીમને વધુ મજબૂત કરવાની કોશિશ કરશે.
પહેલો એક્સપેરિમેન્ટ ઓપનર તરીકે-
ટીમ ઇન્ડિયાનો પહેલો એક્સપેરિમેન્ટ ઓપનિંગ સ્લૉટ માટે હશે. કેમ કે રોહિત શર્મા અને કેએલ રાહુલ ઉપરાંત અત્યારની બે મેચમાં ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો છે, પરંતુ તે રંગમાં ના દેખાયો. આજે ટીમમાં ઋતુરાજ સામેલ થઇ શકે છે અને રોહિત તેને ઓપનિંગમા ઉતારી શકે છે.
મીડલ ઓર્ડરમાં પણ ફેરફાર-
વળી, ટીમ ઇન્ડિયા મીડલ ઓર્ડરમાં પણ મોટો ફેરફાર કરી શકે છે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેની જગ્યાએ શ્રેયસ અય્યરને મોકો આપવામાં આવી શેક છે. આજે લગભગ શ્રેયસ અય્યરનુ રમવુ નક્કી છે.
ફિનિશરની શોધ-
આજે ટીમ ફિનિશરની રૂપમાં નવા ખેલાડી દીપક હુડાને અજમાવી શકે છે. દીપક વનડેમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે, અને પ્રભાવશાળી પ્રદર્શન પણ કર્યુ છે. હવે આવામાં ટી20માં દીપકને રોહિત અજમાવી શકે છે. કેમ કે દીપક ટીમ ઇન્ડિયામાં ફિનિશર બની શકે છે.
બૉલિંગને ધાર આપવાની કોશિશ કરાશે-
અત્યારની બે મેચમાં ભારતીય ટીમની બૉલિંગ સારી રહી છે, પરંતુ હજુ પણ રોહિત અને દ્રવિડ ઇચ્છ છે કે બૉલિંગમાં ધાર મળે. આજે મોહમ્મદ સિરાજ અને આવેશ ખાનને મોકો આપવામાં આવી શકે છે. કેમ કે બન્ને ફાસ્ટ બૉલરો આઇપીએલમાં ધારદાર બૉલિંગ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત