IND vs ZIM 2nd ODI : ભારત-ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) વચ્ચે ત્રણ મેચોની સીરીઝ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ હરારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે. જોકે, આજની મેચ જીતની ઝિમ્બાબ્વે સીરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. આજે બપોરે 12 વાગીને 45 મિનીટ પર આ મેચ શરૂ થશે. 


ઉલ્લેખનીય છે કે, પ્રથમ મેચમાં કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી ટીમે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી કારમી હાર આપી હતી. જાણો આજની મેચમાં કેવી રહેશે હવામાન, શું કહે છે પીચ રિપોર્ટ અને કેવી હશે પ્લેઇંગ ઇલેવન......... 


ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ વનડે, જાણો વરસાદ પડશે કે નહીં, કેવી છે પીચ ?


પીચ અને હવામાન રિપોર્ટ - 
હરારે સ્પોર્ટ્સ ક્બલની પીચ બેટ્સમેનોને મદદરૂપ સાબિત થશે. તાજેતરમાં જ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં અહીં બેટ્સમેનો હાવી રહ્યાં હતા, અને પ્રથમ વનડેમાં પણ ભારતીય બેટ્સમેનોએ ધમાલ મચાવી હતી. જોકે, ફાસ્ટ બૉલરોને પણ સવાર સવારમાં સારી એવી મદદ મળી શકે છે. અહીં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય યોગ્ય ગણી શકાય. હરારેમાં મેચ દરમિયાન હવામાન ચોખ્ખુ રહેશે. તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે, એટલે કે વરસાદની સંભાવના નથી.


હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે અત્યાર સુધી 63 વનડે ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે. આમાં ભારતે 51 અને ઝિમ્બાબ્વેએ 10 મેચોમાં જીત હાંસલ કરી છે. અહીં બે મેચો ટાઇ રહી છે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય ટીમ પ્લેઇંગ XI - 
શિખર ધવન, શુભમન ગીલ, ઇશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન) દીપક હૂડા, સંજૂ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, દીપક ચાહર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, મોહમ્મદ સિરાજ. 


ઝિમ્બાબ્વે ટીમ પ્લેઇંગ XI - 
તાદિવાનાશે મારુમાની, ઇનોસેન્ટ કાઇયા, સીન વિલિયમ્સ, વેસ્લી મધેવેરે, સિકન્દર રજા, રેગિસ ચકાબ્વા (કેપ્ટન અને વિકેટકીપર), રયાન બર્લ, લ્યૂક જોન્ગવે, બ્રેડલી ઇવાન્સ, વિક્ટર ન્યાઉચી, રિચર્ડ નગારવા.


આ પણ વાંચો..... 


CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR


Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ


Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા


Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા


Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય