IND Vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું

IND vs AFG Live Score T20 World Cup 2024: ટીમ ઇન્ડિયા આજે 2024 T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. સુપર-8માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ છે. અહીં તમને આ મેચની દરેક અપડેટ મળશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jun 2024 11:42 PM
ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું

લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પણ જીત સાથે શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. સૂર્યકુમારના 28 બોલમાં 53 રનની મદદથી ભારતીય ટીમે પહેલા રમતા 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહને પણ 3 સફળતા મળી છે.

અફઘાનિસ્તાનની આઠમી વિકેટ પડી

અફઘાનિસ્તાનની આઠમી વિકેટ 18મી ઓવરમાં 121 રન પર પડી હતી. અર્શદીપ સિંહે છ બોલમાં બે રન બનાવીને રાશિદ ખાનને આઉટ કર્યો હતો. અર્શદીપની આ બીજી સફળતા છે.

અફઘાનિસ્તાનનો સ્કોર 84/5

13 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 5 વિકેટે 84 રન છે. નજીબુલ્લા ઝાદરાન 10 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. મોહમ્મદ નબી પણ પાંચ બોલમાં ત્રણ રન પર છે. જોકે, આ મેચ અફઘાનિસ્તાનની પકડથી દૂર થવા લાગી છે.

અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ પડી

અફઘાનિસ્તાને પાંચમી ઓવરમાં 23 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. જસપ્રિત બુમરાહે હઝરતુલ્લા ઝાઝાઈને આઉટ કરીને અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. ભારતીય બોલરો કહેર વર્તાવી રહ્યા છે.

ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 182 રનનો ટાર્ગેટ

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


 





ભારતનો સ્કોર 126/4

15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 126 રન છે. સૂર્યકુમાર યાદવ 21 બોલમાં 41 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી છે. જ્યારે હાર્દિક પંડ્યા 14 બોલમાં બે ચોગ્ગાની મદદથી 13 રન બનાવી રહ્યો છે.

ભારતનો સ્કોર 79/3

10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 79 રન છે. શિવમ દુબેએ આ ઓવરમાં આગળની બાજુએ શાનદાર સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ છ બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. જ્યારે શિવમ દુબે છ બોલમાં 10 રન બનાવીને રમતમાં છે.

ભારતનો સ્કોર 60-2

8 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 60 રન છે. નૂર અહેમદની આ ઓવરમાં માત્ર છ રન આવ્યા હતા. વિરાટ કોહલી 21 બોલમાં 22 રન અને સૂર્યકુમાર યાદવ ત્રણ બોલમાં બે રન બનાવીને રમતમાં છે.

ભારતની પ્રથમ વિકેટ પડી

ત્રીજી ઓવરમાં ફઝલહક ફારૂકીએ ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો આપ્યો હતો. રોહિત શર્મા મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. હિટમેન 13 બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને રોહિતનો કેચ લીધો હતો.

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન, નજીબુલ્લાહ ઝાદરાન, હઝરતુલ્લા ઝાઝાઈ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.

ભારતે ટોસ જીત્યો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે કુલદીપ યાદવને તક મળી છે. તે મોહમ્મદ સિરાજના સ્થાને ટીમમાં આવ્યો છે. અફઘાનિસ્તાને પણ મોટો ફેરફાર કર્યો છે.


 





શું કહે છે હવામાન રિપોર્ટ ?

અમેરિકામાં રમાયેલી ઘણી મેચો વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ પણ વરસાદના કારણે એક પણ બૉલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ચાહકો આ મેચને લઈને ચિંતિત છે. તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વરસાદની સંભાવના 14 ટકા છે. મતલબ કે આ મેચમાં વરસાદ અવરોધ બની શકે છે. 20 જૂને મેચનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

બ્રેકગ્રાઉન્ડ

IND vs AFG Live Score T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા આજે 2024 T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. સુપર-8માં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં રોહિત સેના અફઘાન ટીમને બિલકુલ હળવાશથી લેવા માંગતી નથી. જો કે, અફઘાનિસ્તાનમાં પણ ઘણા મેચ વિનિંગ ખેલાડીઓ છે, જે અપસેટ સર્જવામાં માહિર છે.


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચનો ટોસ સાંજે 7.30 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અફઘાનિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાને સુપર-8માં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. આવી સ્થિતિમાં રોહિત સેના સુપર-8ની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.