IND vs PAK Asia Cup 2023: રિઝર્વ ડેમાં રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ

India vs Pakistan Score LIVE: એશિયા કપ 2023માં આજે મહામુકાબલો રમાઇ રહ્યો છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Sep 2023 08:57 PM
હવે આવતીકાલે ભારત-પાક મેચ રમાશે

સતત વરસાદ અને ખરાબ આઉટફિલ્ડના કારણે ભારત-પાક મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવી છે. હવે આવતીકાલે આ શાનદાર મેચ રમાશે. આવતીકાલે બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે સંપૂર્ણ 50 ઓવરની રમત રમાશે. એટલે કે, ટીમ ઈન્ડિયા 24.1 ઓવરથી આગળ રમશે. વરસાદ આવ્યો ત્યાં સુધી 24.1 ઓવર રમાઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 17 રને અને વિરાટ કોહલી 08 રને અણનમ છે. આ પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને શાદાબ ખાને આઉટ કર્યો હતો જ્યારે ગિલને શાહીન આફ્રિદીએ પેવેલિયન મોકલ્યો હતો.

વરસાદને કારણે રમત બંધ

25મી ઓવરમાં અચાનક ભારે વરસાદ શરૂ થયો. જેના કારણે રમત બંધ થઈ ગઈ છે. મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન છે. વિરાટ કોહલી 08 અને કેએલ રાહુલ 17 રને રમી રહ્યા છે. આ પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.

કેપ્ટન રોહિત શર્માની ફિફ્ટી

શુભમન ગીલ બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ તાબડતોડ બેટિંગ કરતાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે. રોહિત શર્માએ 42 બૉલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 50 રન પુરા કર્યા છે, રોહિત શર્માની આ 50મી વનડે ફિફ્ટી છે. ટીમનો સ્કૉર અત્યારે 15 ઓવરના અંતે વિના વિકેટે 115 રન પર પહોંચ્યો છે. 

ભારતનો સ્કૉર 100 રનને પાર

પાકિસ્તાન સામેની મેચમાં શુભમન-રોહિતની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. 14 ઓવર બાદ ભારતે વિના વિકેટે 103 રન બનાવી લીધા છે. શુભમને પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. શુભમને 43 બૉલમાં 52 રન અને રોહિત શર્મા 41 બૉલમાં 44 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતીય ટીમ અત્યારે મજબૂત સ્થિતિમાં છે.

શુભમન ગીલની ફિફ્ટી

રોહિત શર્મા અને શુભમન ગીલ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. 13 ઓવર બાદ ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 96 રન બનાવી લીધા છે. શુભમને 37 બૉલમાં 10 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. તે જ સમયે, રોહિત 41 બૉલમાં 44 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. 

11 ઓવરના અંતે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ 11 ઓવરના અંતે મજબૂત સ્થિતિમાં પહોંચી ચૂકી છે, કેપ્ટન રોહિત શર્મા આ દરમિયાન 20 રન પર છે, જ્યારે શુભમન ગીલ 47 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ વિના વિકેટે 69 રન બની લીધા છે. 

રોહિત શર્મા અને ગીલ વચ્ચે 50 રનની પાર્ટનરશીપ

ભારતીય ટીમ જબરદસ્ત ઓપનિંગ કરતાં પાકિસ્તાની બૉલરોની ધુલાઇ કરી છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ વચ્ચે 50 રનની પાર્ટનરશીપ થઇ ગઇ છે. મેચ દરમિયાન રોહિતે 10 રન અને શુભમન ગીલે 39 રન બનાવતાની સાથે જ ટીમના 50 રન અને પાર્ટનરશીપની પણ 50 રન પુરા થયા હતા. 

ભારતના 50 રન પુરા

ભારતીય ટીમની શરૂઆત ખુબ જ સ્ફોટક રહી છે. ભારતના 50 રન 9મી ઓવરમાં જ પૂરા થઈ ગયા છે. શુભમન ગીલ 41 રને અને રોહિત શર્મા 10 રને રમી રહ્યા છે. 8.5 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 53 રન છે.

સાત ઓવર બાદ ભારત 38/0

7 ઓવર પછી ભારતે વિના વિકેટે 38 રન બનાવી લીધા છે. રોહિત શર્માએ 24 બૉલમાં 10 અને શુભમન ગીલે 18 બૉલમાં 26 રન બનાવ્યા છે. શાહિને ત્રણ ઓવરમાં 31 રન આપ્યા છે. શાહીનની બીજી ઓવરમાં શુભમને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી તેણે શાહીનની પાંચમી ઓવરમાં ત્રણ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. નસીમે સારી બોલિંગ કરી છે. તેણે ત્રણ ઓવરમાં છ રન આપ્યા છે.

પાંચ ઓવર બાદ ટીમ ઇન્ડિયા

પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમે પાંચ ઓવર પુરી રમી લીધી છે. 5 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 37 રન પર પહોંચ્યો છે, અત્યારે ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 10 રન (17) અને શુભમન ગીલ 25 રન (13) બનાવી રમી રહ્યાં છે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી અત્યારે દમદાર બેટિંગ કરી રહી છે.

પ્રથમ ઓવર પુરી

પાકિસ્તાન સામે ભારતીય ટીમે પ્રથમ ઓવર પુરી કરી લીધી છે, પ્રથમ ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 6 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 6 રન અને ગીલ શૂન્ય રન બનાવીને રમી રહ્યાં છે. 

ભારતની બેટિંગ શરૂ

ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ગઇ છે, કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન શુભમન ગીલ અત્યારે ઓપનિંગ કરી રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ એશિયા કપ 2023માં બીજી વનડે મેચ છે, પ્રથમ વનડેમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ. પ્રથમ પાકિસ્તાન સામેની વનડેમાં રોહિત શર્મા અને શુભમન ગીલ બન્નેનું પરફોર્મન્સ નબળુ રહ્યુ હતુ.

કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહની વાપસી 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

પાકિસ્તાને ટૉસ જીત્યો  

પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટન પ્રથમ બેટિંગ કરવા જ માંગતો હતો. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. બુમરાહ અને રાહુલ પરત ફર્યા છે.

ફેન્સ માટે ગુડ ન્યૂઝ 

ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. કોલંબોમાં વરસાદ નથી. હવામાન એકદમ સ્વચ્છ છે. ભારત-પાકિસ્તાન મેચ સમયસર શરૂ થશે. 

મેચ દરમિયાન હવામાન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન 

બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

ભારત-પાકિસ્તાન હેડ ટૂ હેડ રેકોર્ડ 

એશિયા કપના વનડે ફૉર્મેટના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન કુલ 14 વાર આમને સામને ટકરાઇ ચૂક્યા છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. 5 મેચમાં પાડોશી પાકિસ્તાન જીત મેળવી શક્યુ છે, જ્યારે બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 

એશિયા કપની સુપર 4 મેચ માટે ભારત-પાકિસ્તાનની ટીમ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. કોલંબોમાં હવામાન એકદમ ચોખ્ખું દેખાઇ છે. સારો તડકો દેખાઇ રહ્યો છે અને અત્યારે વરસાદની કોઇ સંભાવના નથી.

બ્રેકગ્રાઉન્ડ

India vs Pakistan Score LIVE: એશિયા કપ 2023માં આજે મહામુકાબલો રમાઇ રહ્યો છે, બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને દેશો શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે. બન્ને વચ્ચેની પ્રથમ લીગ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યો હતો અને મેચ પુરી ન હતી થઇ શકી. બાદમાં મેચમાં બન્ને ટીમોને પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા. આજે બન્ને ટીમો ફરી એકવાર સુપર 4માં ટકરાઇ રહી છે. ટૂર્નામેન્ટના આ તબક્કે ભારતની આ પ્રથમ મેચ હશે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની મેચ બાદ આ બીજી મેચ રમી રહી છે. આ પહેલા પાકિસ્તાને સુપર 4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ. ક્રિકેટ ફેન્સ આજની મેચને લઈને ભારે ઉત્સાહમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.