ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે (21 ઓગસ્ટ) હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલા બે મેચમાં આસાનીથી જીત મેળવીને સીરિઝ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં ભારત છેલ્લી મેચ જીતીને યજમાન ટીમનો સફાયો કરવા ઈચ્છશે.






ઝિમ્બાબ્વેનું ખરાબ પ્રદર્શન


ભારતે પ્રથમ બે મેચમાં ઝિમ્બાબ્વેને તમામ મોરચે હાર આપી છે. ત્રીજી મેચમાં પણ સ્થિતિ એવી જ રહી શકે છે. ભારતીય ટીમની સામે ઝિમ્બાબ્વેની બેટિંગ અને બોલિંગ અત્યાર સુધી પછાત સાબિત થઈ છે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કઠિન પડકારનો સામનો કર્યો નથી, પરંતુ આ પ્રવાસમાંથી મેળવેલ અનુભવ ભવિષ્યમાં યુવા ખેલાડીઓને ફાયદો કરાવી શકે છે.


ભારતીય બોલરોએ અત્યાર સુધી ઝિમ્બાબ્વે ટીમ પર કોઈ દયા બતાવી નથી. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ મેચમાં 189 જ્યારે બીજી મેચમાં 161 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.  ભારતીય બોલરોની સામે તેના બેટ્સમેનો રન બનાવવા માટે  સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ ઝિમ્બાબ્વેના બોલરો પણ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવામાં નિષ્ફળ સાબિત થયા છે.


ઇશાન કિશન ફોર્મ મેળવવા માંગશે


શુભમન ગિલે આ પ્રવાસમાં અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. છેલ્લી મેચમાં ધવનની સાથે કેપ્ટન કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતર્યો હતો પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહોતો. તે ફરીથી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. બીજી તરફ જો ઈશાન કિશનને બેટિંગ કરવાની તક મળશે તો તે ચોક્કસપણે તેનો પૂરો ફાયદો ઉઠાવવા માંગશે.







શાહબાઝ અહેમદ ડેબ્યૂ કરી શકે છે


આ મેચમાં સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અક્ષર પટેલની જગ્યાએ શાહબાઝને ટીમમાં સ્થાન મળી શકે છે. જો કે રાહુલ ત્રિપાઠી પણ તેના ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે, પરંતુ કદાચ તેને વધુ રાહ જોવી પડી શકે છે. કારણ કે ઋતુરાજ ગાયકવાડ પણ તકની શોધમાં છે. આ મેચમાં દીપક ચહર અને અવેશ ખાનને પણ ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ-11માં સામેલ કરી શકે છે.


 


UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા


CRIME NEWS : અમદાવાદના અમરાઈવાડીમાં ગલુડિયાની હત્યા બાબતે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો


NITISH KUMAR : 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર બનશે, જાણો કોણે કર્યો દાવો


AHMEDABAD : એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીથી કંટાળી મહિલા ડોક્ટરે પોલીસ પાસે માંગી મદદ, પ્રેમીની અટકાયત