Yuzvendra Chahal Viral Chat: ભારતીય દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યુઝવેન્દ્ર ચહલ ઘણીવાર તેની પત્ની ધનશ્રી સાથે રીલ શેર કરતો પણ જોવા મળે છે. આ સિવાય તે ફની રીલ્સ અને ભારતીય ખેલાડીઓ સાથે લાઈવ ચેટ પર દેખાતો રહે છે, પરંતુ હવે રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. એટલું જ નહીં પરંતુ તેની પ્રાઈવેટ ચેટ પણ લીક થઈ ગઈ છે.
એકાઉન્ટ રાજસ્થાન રોયલ્સે કર્યું હેક!
સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે કે યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે IPL 2022 દરમિયાન યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યું હતું. ત્યારે હવે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન રોયલ્સે યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બદલો લીધો છે.
ચહલ ભારતીય ક્રિકેટ ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસેઃ
ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે 5 T20 મેચોની શ્રેણી રમી રહી છે. 2 મેચ બાદ સિરીઝ 1-1 થી બરાબર છે. ભારતીય ટીમે પ્રથમ T20 જીતી હતી જ્યારે બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવ્યું હતું. આમ સિરીઝ 1-1થી બરાબર છે.