INDW vs PAKW, Womens T20 WC LIVE: પાકિસ્તાન સામે ભારતનો 7 વિકેટે વિજય

INDW vs PAKW, Womens T20 WC 2023: આજે ફરી એકવાર ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાની મહિલા ટીમની ટક્કર થઇ રહી છે.જાણો અહીં બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવનથી લઇને હેડ ટૂ હેડ રેકોર્ડ અને અન્ય અપડેટ્સ....

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Feb 2023 09:42 PM
પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત

પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત થઈ છે. 150 રનનો ટાર્ગેટ ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.

14 ઓવરના અંતે ભારતના 95 રન

14 ઓવરના અંતે ભારતે 3 વિકેટના ભોગે 95 રન બનાવી લીધા છે. હરમન કૌર 16 રન બનાવી આઉટ થઈ છે.

ભારતને લાગ્યો પ્રથમ ઝટકો

38 રનના સ્કોર પર ભારતની પહેલી વિકેટ પડી ગઈ છે.  યાસ્તિકા ભાટીયા 17 રન બનાવી આઉટ થઈ છે.

પાકિસ્તાને ભારતને જીતવા આપ્યો 150 રનનો ટાર્ગેટ

પાકિસ્તાને ભારતને જીતવા આપ્યો 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને 20 ઓવરના અંતે 4 વિકેટે 149 રન બનાવ્યા છે. પાકિસ્તાન તરફથી સૌથી વધુ મરુફે 68 રનની પારી રમી થે.

15 ઓવરના અંતે પાકિસ્તાનના 91 રન

પાકિસ્તાની ટીમે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 91 રન બનાવી લીધા છે.

પાકિસ્તાના 10 ઓવરના અંતે 58 રન

પાકિસ્તાને 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે.

ભારતને મળી બીજી સફળતા

પાકિસ્તાને બીજી વિકેટ ગુમાવી છે. ઓપનર મુનિબા અલી 12 રન બનાવી આઉટ થઈ છે. રાધા યાદવે તેની વિકેટ લીધી છે.

પાકિસ્તાનને લાગ્યો પ્રથમ ઝટકો

ટોસ જીતીને બેટિંગ કરનાર પાકિસ્તાનને પ્રથમ ઝટકો લાગ્યો છે. જાવરીયા ખાન 8 રન બનાવી આઉટ થઈ છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારતીય મહિલા ટીમ: શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ

પાકિસ્તાન મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવન

 જાવેરિયા ખાન, મુનીબા અલી, બિસ્માહ મરૂફ, નિદા ડાર, સિદ્રા અમીન, આલિયા રિયાઝ, આયેશા નસીમ, ફાતિમા સના, એમન અનવર, નશરા સંધુ, સાદિયા ઇકબાલ

દરેકની નજર આજે રેણુકા-શિખા પર

ફાસ્ટ બોલર શિખા પાંડેની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે અને તે પાકિસ્તાન સામે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાહકોની નજર ફાસ્ટ બોલર રેણુકા સિંહ અને સ્પિનર ​​જેશ્વરી ગાયકવાડ પર પણ હશે, જેમનું તાજેતરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. જો કે મેચ પહેલા જ ભારતને આંચકો લાગ્યો છે. વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના આંગળીની ઈજાને કારણે આ મેચમાં રમી શકશે નહીં.

ભારતીય મહિલા ટીમ (સંભવિત) - 

યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, દેવિકા વૈદ્ય, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, રાધા યાદવ, શિખા પાંડે.

પાકિસ્તાન મહિલા ટીમ (સંભવિત) - 

સિદરા અમીન, ઝાવેરિયા ખાન, બિસ્માહ મારુફ (કેપ્ટન), મુનીબા અલી, નિદા ડાર, આયશા નસીમ, સદફ શમાસ, આલિયા રિયાઝ, સિદરા નવાઝ, એમાન અનવર, નાશરા સંધૂ.

ભારત-પાકિસ્તાન મહિલા ક્રિકેટના હેડ ટૂ હેડ આંકડા

આજથી ભારતીય મહિલા ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપની શરૂઆત કરી રહી છે. આ પહેલા બન્ને વચ્ચે મેચોની હાર જીતની વાત કરીએ તો બન્ને ટીમો કુલ 13 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમનું પલડુ ભારે રહ્યુ છે. ભારતે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 3 મેચોમાં જ નસીબ થઇ છે. 

કેવો છે આજની પીચનો મિજાજ - 

સાઉથ આફ્રિકાના ન્યૂઝીલેન્ડની પીચને લઇને મેચ પહેલા મોટુ અપડેટ સામે આવ્યુ છે. આજની પીચ સારી છે, સારી હોવાની વાત પીચ ક્યૂરેટર કરી છે, જોકે આમ છતાં આ મેચ હાઇ સ્કૉરિંગ નહી રહે, કેમ કે રમત દરમિયાન પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ શકે છે. અહીં પહેલા બેટિંગ કરનારી ટીમને જીતની આશા વધુ રહેશે. 

ભારતીય ટીમ જીતી ચૂકી છે આ વર્ષે પહેલો આઇસીસી વર્લ્ડકપ - 

આ વર્ષે રમાયેલા આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ પર ભારતીય મહિલા ટીમે કબજો જમાવી દીધો, અને ઇતિહાસનો પહેલો મહિલા વર્લ્ડકપ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હાંસલ કર્યો છે. 


ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.

હાલમાં ભારત-પાકિસ્તાનનું શું છે રેન્કિંગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓવરઓલ ટી20 મેચોમાં ભારતીય મહિલા ટીમની પક્કડ હંમેશા મજબૂત રહી છે. હાલમાં ભારતીય મહિલા ટીમ ટી20માં આંતરરાષ્ટ્રીય ટી20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે. જ્યારે પાકિસ્તાનની ટીમની રેન્ક 7માં નંબરની છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમનુ પ્રદર્શન પાકિસ્તાનની સરખામણીમાં ખુબ સારુ રહ્યુ છે. 




 


ભારત-પાકિસ્તાન બન્ને ગૃપ બીમાં

હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ગૃપ બીમાં છે. આ ગૃપમાં ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે. 

ક્યાંથી જોઇ શકાશે મહિલા T20 વર્લ્ડ કપની લાઇવ મેચ - 

ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે આજે મેચ રમાશે, આજની મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે. ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી આ મેચ શરૂ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે

પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 

બિસ્માહ મારુફ (કેપ્ટન), આઇમન અનવર, આલિયા રિયાઝ, આઇશા નસીમ, ફાતિમા સના, ઝાવેરિયા ખાન, મુનીબા અલી, નાશરા સંધુ, નિદા ડાર, ઓમાઇમા સોહેલ, સદફ શમસ, સાદિયા ઇકબાલ, સિદ્રા અમીન, સિદ્રા નવાઝ, તૂબા હસન.




 


મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ - 

- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ

10 ટીમો વચ્ચે જામશે જંગ, 2 ગૃપો

ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ


ગ્રુપ-2 - 
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો

આજથી ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ શરૂ થઇ રહ્યો છે. ભારતીય ટીમ આજે પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ટક્કર લેવા માટે મેદાનમાં ઉતરશે. આજે બન્ને ટીમો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023 ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમાશે, આજની મેચ સાંજે શરૂ થશે. આ મેચમાં ભારતીય ટીમનું પલડુ પહેલાથી ભારે લાગી રહ્યું છે. જોકે, ભારતને સ્મૃતિ મંધાનાના રૂપમાં એક ફટકો લાગ્યો છે. આજે કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી એકવાર દેશને વધુ એક વર્લ્ડકપ અપાવવા માટે જીતનો પ્રયાસ કરશે.  

બ્રેકગ્રાઉન્ડ

INDW vs PAKW, Womens T20 WC 2023: આજે ફરી એકવાર ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાની મહિલા ટીમની ટક્કર થઇ રહી છે, આજે બન્ને ટીમો આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં આમને સામને રમી રહી છે, સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા આ મહિલા ટી20 વર્લ્ડકપમાં બન્ને ટીમો આજથી અભિયાનની શરૂઆત કરશે. જાણો અહીં બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવનથી લઇને હેડ ટૂ હેડ રેકોર્ડ અને અન્ય અપડેટ્સ....  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.