IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બીજા તબક્કામાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાશે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન કોરોના સંક્રમિત થયો છે.  આરટી-પીસાર ટેસ્ટમાં તે કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. ખેલાડી ઓઈલોસેટ થઈ ગયો છે અને સ્કવોડથી પણ હટી ગયો છે. તેનામાં હળવા લક્ષણો છે અને તેના સંપર્કમાં આવેલા છ ખેલાડી પણ આઈસોલેટ થઈ ગયા છે.પરંતુ દિલ્હી અને સનરાઇઝર્સ વચ્ચેની મેચ નિર્ધારીત સમયે જ રમાશે, કેમકે અન્ય ખેલાડીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.


ટ્વીટ કરીને શું લખ્યું


જે બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને બીસીસીઆઈને ટોણો માર્યો છે.  વોને નટરાજન કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ટ્વીટ કરીને લખ્યું, આઈપીએલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી માન્ચેસ્ટર ટેસ્ટની જેમ રદ્દ થાય છે કે નહીં તે જોઈએ. હું દાવા સાથે કહું છું કે તેમ નહીં થાય. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફ કોવિડ-19થી સંકમિત થતાં રદ્દ કરવી પડી હતી.


પ્રથમ તબક્કાની સમાપ્તિ વખતે દિલ્હીની ટીમ 8 મેચમાં 12 પોઇન્ટ સાથે ટોચ પર હતી, જ્યારે હૈદરાબાદની ટીમ 7 મેચમાં 2 પોઇન્ટ સાથે તળિયે હતી.






આ પણ વાંચોઃ ધરમનો ભાઈ બનીને પ્રેમિકાના ઘરમાં રહેવા લાગ્યો યુવક, બંને શરીર સુખ માણતા હતાને પતિ જોઈ ગયો પછી......


Pitru Paksha 2021: જીવનમાં જોવા મળે આ લક્ષણો તો સમજી લો પિતૃ છે નારાજ, જાણો કેવી રીતે કરશો પ્રસન્ન


Do You Know: ATM માંથી નીકળેલી ફાટેલી નોટ બદલવાથી બેંક ન કરી શકે ઈન્કાર, જાણો કામનો આ નિયમ


IPL 2021, PBKS vs RR: છેલ્લી ઓવરમાં 1 રન આપીને રાજસ્થાનને જીતાડનારા ત્યાગીને કોણે ગણાવ્યો 'બ્રેટ લી' ?