Rajasthan Royals vs Royal Challengers Bangalore:આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની ટીમ વચ્ચે મેચ રમાશે. આજે સાંજે સાડા સાત વાગ્યે દુબઇમાં મેચ રમાશે. આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોરની ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે.


રાજસ્થાન રોયલ્સે જો પ્લે ઓફમાં પહોંચવું છે તો કોઇ પણ ભોગે આજની મેચ જીતવી જ પડશે. વિરાટની ટીમ માટે પણ જીત જરૂરી છે. કારણ કે યુએઇમાં તેનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે.


આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં બંન્ને ટીમો 23 વખત ટકરાઇ છે. આ દરમિયાન વિરાટ કોહલીની ટીમે 11 મેચ જીતી છે તો રાજસ્થાને 10 મેચ જીતી છે.જોકે, રાજસ્થાન વિરુદ્ધ છેલ્લી ત્રણ મેચમાં આરસીબીનું પલડુ ભારે રહ્યું છે. આ ત્રણેય મેચમાં તેણે રાજસ્થાનને હાર આપી છે.