નવી દિલ્હીઃ આઇપીએલને લઇને તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે કપિલ શર્મા શૉમાં પણ હવે ભારતીય ક્રિકેટરો દેખાવવા લાગ્યા છે, કપિલની સાથે કેટલીક અનસુની કાહનીઓને ક્રિકેટરો શેર કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે કપિલ શર્મા શૉમાં આવેલા સ્ટાર ક્રિકેટર દીપક ચાહરે મોટો અને ચોંકાવનારો ખુલોસો કર્યો છે, તેને આઇપીએલ દરમિયાન જોયેલી ઘટનાને વર્ણવી છે.
દીપક ચાહર આઇપીએલમાં ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આ ટીમમાં ધોનીની સાથે દીપક ચાહર ઉપરાંત ડ્વેન બ્રાવો જેવા સ્ટાર ખેલાડીઓ છે, અને તેમની લવ લાઇફ અને પર્સનલ લાઇફ પણ શાનદાર છે. દીપક ચાહરે કપિલ શર્મા શૉમાં ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ વિશે વાત કરતા કહ્યું કે તેની ત્રણ ગર્લફ્રેન્ડ છે, અને આઇપીએલમાં તે સાથે લઇને આવે છે.
કપિલ શર્મા શૉમાં કપિલ શર્માએ પહેલા દીપક ચાહરને કહ્યું કે તે ક્રિસ ગેલના ફેન થઇ ગયા છે. કપિલ કહ્યું હતુ- મેન ગેલે પોતાના ઘરની તસવીર બતાવી હતી, તેના ઘરના ટૉપ ફ્લૉર પર સ્વીમિંગ પૂલ બનાવેલો છે. તે તસવીરમાં તેની પત્નીની સાથે સાથે કેટલીક એક્સ ગર્લફ્રેન્ડ્સ હતી. મેં પુછ્યુ આમાં તો તમારી પત્ની પણ છે, તો તેમને કહ્યું- હા, આમાં કોઇ પ્રૉબ્લમ નથી. આ પર દીપક ચાહરે કહ્યું- અમારી ટીમમાં ડ્વેન બ્રાવો છે. તેની ત્રણ ગર્લફ્રેન્ડ છે. દર વર્ષે આઇપીએલમાં તેની નવી ગર્લફ્રેન્ડ આવે છે. અમારા ખેલાડીઓ તેના પર નજર રાખે છે.
ડ્વેન બ્રાવો બે બાળકોનો પિતા છે, પરંતુ તેને લગ્ન નથી કર્યા. તેની હાલની ગર્લફ્રેન્ડનુ નામનુ જોસના ખિતા ગોંઝલ્વેસ છે. બ્રાવો તેની સાથે કેટલાય વર્ષોથી રિલેશનશીપમાં છે, અને બન્નેને એક દીકરો પણ છે. ખાસ વાત છે કે બ્રાવોની ગર્લફ્રેન્ડને સંતાનો પણ છે, છતાં રિલેશનશીપમાં રહે છે.
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી