ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેગા ઓક્શન પહેલા મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સે રિટેન કર્યો હતો. હવે પંજાબ કિંગ્સે સીઝનની શરૂઆત પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.
અગાઉ પંજાબ કિંગ્સનો કેપ્ટન કેએલ રાહુલ હતો પરંતુ આઇપીએલની 2022ની સીઝનમાં તે આઇપીએલની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની ગયો છે. તેને લખનઉની ટીમે 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મયંક અગ્રવાલ વર્ષ 2018 થી પંજાબ કિંગ્સમાં છે. તે ટીમનો વાઇસ કેપ્ટન છે અને કેટલીક મેચોમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી છે.
મયંક અગ્રવાલને 12 કરોડમાં રિટેન કરાયો
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 12 કરોડમાં રિટેન કર્યો. મયંક સિવાય પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. કેપ્ટન બન્યા બાદ મયંક અગ્રવાલે નિવેદન આપ્યું છે કે તે લાંબા સમયથી આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે, તેથી આ તક મળવી તેના માટે સન્માનની વાત છે.
પંજાબ કિંગ્સે આ વખતે શિખર ધવનને પણ ખરીદ્યો છે ત્યારે એવું માનવામાં આવતું હતું કે પંજાબ કિગ્સ મયંક અગ્રવાલ અથવા શિખર ધવનમાંથી કોઇ એકને કેપ્ટન બનાવશે. પરંતુ પંજાબની ટીમે પોતાના જૂના સાથી પર જ વિશ્વાસ દર્શાવ્યો છે.
IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો