IPL 2024 Opening Ceremony Live: IPL 2024ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ, અક્ષય કુમારે મચાવી ધમાલ

IPL 2024 Opening Ceremony Live: IPL 2024 ની ઓપનિંગ સેરેમની ટૂંક સમયમાં શરુ થશે. આને લગતા લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 22 Mar 2024 07:22 PM
એઆર રહેમાને પણ બતાવ્યો જલવો

નીતિ મોહને બરસો રે મેઘા-મેઘા ગાયું

સોનુ નિગમ, એઆર રહેમાન અને મોહિત ચૌહાણ પછી નીતિ મોહને લોકોને મંત્રમુદ્ધ કર્યા. તેણે બરસો રે મેઘા-મેઘા ગીત ગાયું હતું. અન્ય ફિમેલ સિંગર્સે તેનો સાથ આપ્યો. બંનેએ પોતાના અદ્ભુત ગીતોથી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા.

અક્ષય-ટાઈગરે બોલિવૂડના સોન્ગ્સ પર ડાન્સ કર્યો


અક્ષય અને ટાઈગરે જય જય શિવ શંકર આજ મૂડ હૈ ભાઈકર...દેશી બોયઝ...હરે રામ રામ, ચુરા કે દિલ મેરા...બાલા-બાલા અને સુનો ગૌર સે દુનિયા વાલોં... જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું.





હવે સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા છે

ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર બાદ હવે સોનુ નિગમ સ્ટેજ પર આવ્યા છે. સોનુએ વંદે માતરમ ગાઈ માહોલ બનાવ્યો છે. તેણે પોતાના એક્ટથી બધાને પ્રભાવિત કર્યા છે. 

આઈપીએલની ઓપનિંગ સેરેમની શરુ

આઈપીએલની ઓપનિંગ સેરેમની શરુ થઈ છે. ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર પરફોર્મ કરી રહ્યા છે. આખું સ્ટેડિયમ ભરચક છે. અક્ષય અને ટાઈગર એક પછી એક ગીત પર પરફોર્મ કરી રહ્યા છે.

CSKની તરફેણમાં રેકોર્ડ

IPLમાં અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 31 વખત સામસામે આવી ચુક્યા છે. આમાંથી, CSK 20 વખત વિજયી રહી છે અને RCB માત્ર 10 વખત જીતવામાં સફળ રહી છે અને તેમની એક મેચ અનિર્ણિત રહી હતી. કાગળ પર ચેન્નાઈ મજબૂત દેખાય છે અને જો આપણે નજીકથી જોઈએ તો RCBને IPL 2024માં બોલિંગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એકંદરે, ચેન્નાઈનું કોમ્બીનેશન વધુ સારું લાગે છે, તેથી બેંગલુરુ માટે જીત સાથે સિઝનની શરૂઆત કરવી સરળ રહેશે નહીં.

RCB નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે

IPL 2024ના થોડા દિવસો પહેલા RCBએ એક અનબોક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટીમને ન માત્ર નવું નામ મળ્યું છે પરંતુ આ વખતે ટીમ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે. અગાઉ RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે ઓળખાતી હતી, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં વિરાટ કોહલીની ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ' તરીકે ઓળખાશે. આ અગાઉ RCB ટીમની જર્સીનું કોમ્બિનેશન લાલ અને બ્લેક રંગનું હતું, પરંતુ હવે જર્સીને કાળાને બદલે વાદળી કરી દેવામાં આવ્યો છે.

અત્યારે માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે

હાલમાં, IPL 2024ની માત્ર 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે 7મી એપ્રિલ સુધીની મેચોની માત્ર તારીખો જ જાહેર કરવામાં આવી છે. જો કે, BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે આ વખતે સમગ્ર IPL ભારતમાં જ રમાશે.

ઉદઘાટન સમારોહ ટૂંક સમયમાં શરૂ થશે

IPL 2024ની ઓપનિંગ સેરેમની સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પરફોર્મ કરશે. અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનુ નિગમ અને એઆર રહેમાન જેવા ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ તેમાં પરફોર્મ કરશે.


 





બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 Opening Ceremony LIVE Updates: IPLની 17મી સિઝન આજે સાંજે શરૂ થશે. તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB અને CSK વચ્ચેની આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમાં પરફોર્મ કરશે. આ સાથે એઆર રહેમાન અને સોનુ નિગમના ગીતો પણ સાંભળવા મળશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.