CSK vs RR: ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું, પ્લે ઓફની રેસ બની રસપ્રદ

IPL 2024 CSK vs RR LIVE Score: IPL 2024ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

gujarati.abplive.com Last Updated: 12 May 2024 07:13 PM
ન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું

IPL 2024ની 61મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 10 બોલ બાકી રહેતા 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ચેન્નાઈના હવે 14 પોઈન્ટ થઈ ગયા છે અને તેણે પ્લેઓફ તરફ વધુ એક પગલું ભર્યું છે. ચેન્નાઈ માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ 41 બોલમાં 42 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને સમીર રિઝવી આઠ બોલમાં 15 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

ચેન્નાઈનો સ્કોર 116/4

15 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 4 વિકેટે 116 રન છે. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ 31 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 30 રન પર છે. રવિન્દ્ર જાડેજા પણ ચાર બોલમાં ત્રણ રન પર છે. ચેન્નાઈને 30 બોલમાં જીતવા માટે માત્ર 26 રન બનાવવાની જરૂર છે.

ચેન્નાઈનો સ્કોર 74/2

9 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 2 વિકેટે 74 રન છે. રૂતુરાજ ગાયકવાડ 20 બોલમાં 19 રન બનાવીને રમતમાં છે. મોઈન અલી પણ ત્રણ બોલમાં બે રન પર છે. આ પહેલા ડેરીલ મિશેલ 13 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલને ચહલે આઉટ કર્યો હતો.

ચેન્નાઈનો સ્કોર 28/0

3 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 28 રન છે. રચિન રવિન્દ્ર 15 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી છે. કેપ્ટન ગાયકવાડ ત્રણ બોલમાં બે રન પર છે.

રાજસ્થાન રોયલ્સે સીએસકેને જીતવા માટે આપ્યો 142 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા, 20 ઓવરમાં બોર્ડ પર 141 રન બનાવ્યા. રાજસ્થાન માટે રિયાન પરાગે સૌથી મોટી ઇનિંગ્સ રમી અને 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 47* રન બનાવ્યા. આ દરમિયાન ચેન્નાઈ તરફથી સિમરજીત સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. IPL 2024ની 61મી મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી

રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ 15મી ઓવરના બીજા બોલ પર પડી હતી. સંજુ સેમસન 19 બોલમાં માત્ર 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સેમસનને પણ સિમરજીત સિંહે આઉટ કર્યો હતો. આ તેની ત્રીજી સફળતા છે.

રાજસ્થાનનો સ્કોર 61/2

10 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 2 વિકેટે 61 રન છે. રિયાન પરાગ આઠ બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. તેણે સિક્સર ફટકારી છે. જ્યારે સેમસન છ બોલમાં ચાર રન પર છે.

રાજસ્થાનનો સ્કોર 36/0

5 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 36 રન છે. શાર્દુલ ઠાકુરે આ ઓવરમાં 9 રન આપ્યા હતા. જો બટલર 13 બોલમાં 13 રન બનાવીને રમતમાં છે. જ્યારે યશસ્વી જયસ્વાલ 17 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ, મહેશ તિક્ષાના.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 CSK vs RR LIVE Score: રવિવારે બપોરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન બીજા સ્થાને છે. આ મેચ જીતતાની સાથે જ તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. પરંતુ ચેન્નાઈની યાત્રા સરળ નથી. પ્લેઓફમાં પહોંચવા માટે તેણે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. CSK અને રાજસ્થાનની ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. રાજસ્થાને આ સિઝનમાં 8 મેચ જીતી છે. જ્યારે ચેન્નાઈએ 6 મેચ જીતી છે.


જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, ચેન્નાઈનો હાથ ઉપર હોવાનું જણાય છે. CSKએ રાજસ્થાન સામે અત્યાર સુધીમાં 15 મેચ જીતી છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી ટીમે 13 મેચ જીતી છે. પરંતુ છેલ્લી 7 મેચમાંથી રાજસ્થાને 6માં જીત મેળવી છે. આ મેચમાં CSK માટે મુશ્કેલી એ છે કે મથિશા પથિરાના અને દીપક ચહર આ મેચમાં રમી શકશે નહીં. આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.