DC vs RR: દિલ્હીએ રાજસ્થાનને 20 રને હરાવ્યુુ, સંજુની લડાયક પારી પાણીમાં

DC vs RR Score Live Updates: IPL 2024 ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 07 May 2024 11:44 PM
દિલ્હીએ રાજસ્થાનને 20 રને હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 201 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. રિયાન પરાગ 27 રન બનાવીને આઉટ થયો હતો. શુભમ દુબે 25 રન બનાવીને આઉટ થયો હતો.

સેમસને જોરદાર અડધી સદી ફટકારી

સંજુ સેમસને જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાની અડધી સદી પૂરી કરી. તે 30 બોલમાં 57 રન બનાવીને રમી રહ્યો છે. સેમસને 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. શુભમ દુબે 1 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 109 રનની જરૂર છે.

રાજસ્થાન 5 ઓવરોમાં 57 રન

રાજસ્થાને 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે. સંજુ સેમસન 16 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. બટલર 9 રન બનાવીને રમી રહ્યો છે.

દિલ્હીએ રાજસ્થાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે પોરેલ અને ફ્રેઝરે અડધી સદી ફટકારી હતી. ફ્રેઝર 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. પોરેલે 36 બોલમાં 65 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 15 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત 15 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટબ્સે 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ રીતે દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હીએ 16 ઓવરમાં 164 રન બનાવ્યા

દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ગુલબદિન 11 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટબ્સ 6 રન બનાવીને રમી રહ્યો છે. અશ્વિને રાજસ્થાન તરફથી 3 વિકેટ ઝડપી છે. ચહલને એક સફળતા મળી છે.

દિલ્હીને ત્રીજો ફટકો, અક્ષર 10 રન બનાવીને આઉટ

દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી. અક્ષર પટેલ 10 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. રવિચંદ્રન અશ્વિને અક્ષરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.દિલ્હીએ 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 110 રન બનાવી લીધા છે. હવે રિષભ પંત બેટિંગ કરવા આવ્યો છે.

દિલ્હીએ 5 ઓવરમાં 68 રન બનાવ્યા

દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલ 17 રન બનાવીને રમી રહ્યો છે. શાઈ હોપ 1 રન બનાવીને રમી રહ્યો છે. અશ્વિને રાજસ્થાનને એક વિકેટ અપાવી છે.

દિલ્હી માટે ફ્રેઝરની વિસ્ફોટક બેટિંગ

ફ્રેઝર દિલ્હી માટે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે બોલ્ટની ઓવરમાં એક સિક્સર અને બે ફોર ફટકારી હતી. ફ્રેઝર 13 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. પોરેલ 9 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 31 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ગુલબદિન નાયબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયન પરાગ, ડોનોવન ફરેરા, રોવમેન પોવેલ, શુભમ દુબે, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. રાજસ્થાને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. ધ્રુવ જુરેલ અને શિમરોન હેડમાયર બહાર થયા છે.


 





બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 DC vs RR LIVE Score: IPL 2024 ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાનનું આ સિઝનમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ગત મેચમાં રાજસ્થાને દિલ્હીને 12 રને હરાવ્યું હતું. હવે આ મેચ પણ દિલ્હી માટે આસાન નહીં હોય. ઋષભ પંતની કપ્તાનીવાળી ટીમ દિલ્હીએ આ સિઝનમાં 11 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.


દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. અહીં રાજસ્થાને દિલ્હી સામે 3 મેચ જીતી છે. જ્યારે દિલ્હીએ 5 મેચ જીતી છે. સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન એકંદરે રેકોર્ડમાં આગળ છે. રાજસ્થાને 15 મેચ જીતી છે. જ્યારે દિલ્હીએ 13 મેચ જીતી છે, સંજુ સેમસન દિલ્હી માટે ખતરો બની શકે છે. તેણે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.


દિલ્હી માટે સારા સમાચાર છે. ટીમના અનુભવી ખેલાડી ડેવિડ વોર્નર અને ઈશાંત શર્મા ફિટ છે. તેથી, તે બંને પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકે છે. વોર્નર અને ઈશાંત ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. જો વોર્નર પરત ફરે છે તો તે જેક ફ્રેઝર સાથે ઓપનિંગ કરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં શાઈ હોપ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.