IPL 2024 Head Coach Sanjay Bangar RCB: ક્રિકેટની સૌથી મોટી લીગ ટૂર્નામેન્ટ આઇપીએલ ક્રિકેટ રસીયાંઓમાં મૉસ્ટ ફેવરેટ છે, હાલમાં જ ધોનીની ટીમે આ સિઝન પોતાના નામે કરી છે, અને હવે આગામી સિઝન 2024ની તૈયારીમાં તમામ ટીમો લાગી ગઇ છે. આ સિઝનમાં આરસીબીની ટીમનું પ્રદર્શન ઠીક ઠાક રહ્યું હતુ, હવે ટીમે મોટુ નિર્ણય લીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પૉઈન્ટ ટેબલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર છઠ્ઠા નંબર પર હતું. ટીમે 14માંથી 7 મેચ જીતી અને 7માં હારનો સામનો કરવો પડ્યો. RCBએ 2022માં ટોપ 4 ટીમોમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ચેમ્પિયન ના બની શકી. હવે આરસીબીએ એક મોટું પગલું ભર્યું છે. ટીમના મુખ્ય કૉચ સંજય બાંગર અને માઈક હેસનને ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ટીમ સાથે બંનેનો કૉન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો છે. RCBએ એન્ડી ફ્લાવરને નવા મુખ્ય કૉચ તરીકે નિયુક્ત કર્યા છે.
આરસીબીએ ટ્વીટર પર કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે ટીમે માઈક હેસન અને સંજય બાંગરનો આભાર માન્યો છે. હેસન ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સના પદ પર હતા. જ્યારે બાંગર મુખ્ય કૉચની ભૂમિકા ભજવી રહ્યો હતો. ટીમે ટ્વીટ કર્યું કે, અમે માઈક હેસન અને સંજયનો આભાર માનીએ છીએ. બંનેની વર્ક એથિક્સ હંમેશા અસરકારક રહી છે. છેલ્લા ચાર વર્ષમાં કેટલાય યુવાનોને શીખવાની તક આપવામાં આવી હતી, જેઓ સફળ રહ્યા હતા. બંનેની મુદત પૂરી થઈ ગઈ છે. માઈક અને સંજયને ભવિષ્ય માટે શુભકામનાઓ.
આરસીબીએ ટ્વીટર પર કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે ટીમે માઈક હેસન અને સંજય બાંગરનો આભાર માન્યો છે.
ઉલ્લેકનીય છે કે, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે એક પણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. 2020માં ટીમ ચોથા નંબર પર હતી. તેમને 14માંથી 7 મેચ જીતી અને 7માં હારનો સામનો કરવો પડ્યો. તેને એલિમિનેટર સુધીની મુસાફરી કરી હતી. એલિમિનેટરમાં RCBને સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી 2021માં એલિમિનેટરમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે 4 વિકેટે પરાજય આપ્યો હતો. ટીમે 2022 એલિમિનેટર જીતીને બીજી ક્વૉલિફાયરમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ અહીં તેને રાજસ્થાન રૉયલ્સે 7 વિકેટે પરાજય આપ્યો હતો. RCB 2023માં પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું.
--