IPL Auction 2022, CSK Full Teams: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝનની મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે(CSK) કુલ 21 ખેલાડીઓને ખરીદ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) એ સૌથી વધુ કિંમતે દીપક ચહરને ટીમમાં ફરીથી સામેલ કર્યો. આ સિવાય ચેન્નાઈએ અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો અને રોબિન ઉથપ્પાને પણ ફરીથી ટીમમાં સામેલ કર્યા છે.



તે જ સમયે, નવા ખેલાડીઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઓલરાઉન્ડર શિવમ દુબેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેને એક કરોડમાં અને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સમયે, ધોનીની ટીમે મિશેલ સેન્ટનર અને ન્યૂઝીલેન્ડના એડમ મિલ્નેને પણ ટીમમાં સામેલ કર્યા હતા. આ સિવાય CSKએ 2022ના અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રાજવર્ધન હંગરગેકરને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટન એમએસ ધોની, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી અને ઓપનર ઋતુરાજ ગાયકવાડને જાળવી રાખ્યા હતા. હવે CSK પાસે કુલ 21 સભ્યોની ટીમ છે.


ખેલાડીઓ ખરીદ્યા - રોબિન ઉથપ્પા (રૂ. 2 કરોડ), ડ્વેન બ્રાવો (રૂ. 4.40 કરોડ), અંબાતી રાયડુ (રૂ. 6.75 કરોડ), દીપક ચહર (રૂ. 14 કરોડ), કેએમ આસિફ (20 લાખ), તુષાર દેશ પાંડે (20 લાખ), શિવમ દુબે (4 કરોડ), મહેશ દિક્ષા (70 લાખ), સિમરજીત સિંહ (20 લાખ), ડેવોન કોનવે (1 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (50 લાખ), રાજવર્ધન હંગરગેકર (1.50 કરોડ), મિશેલ સેન્ટનર (1.90 કરોડ), એડમ. મિલને (1.90 કરોડ), સુભ્રાંશુ સેનાપતિ (20 લાખ), મુકેશ ચૌધરી (20 લાખ) અને પ્રશાંત સોલંકી (20 લાખ), ભગત વર્મા (20 લાખ), ક્રિસ જોર્ડન (3.60 કરોડ), એન જગદીસન (20 લાખ) અને સી હરિ. નિશાંત (20 લાખ).


રિટેન કરાયેલા ખેલાડીઓ - રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ).


બે દિવસ સુધી આયોજિત IPL 2022નું મેગા ઓક્શન સમાપ્ત થયું છે. આ સિઝનમાં ઓક્શન દરમિયાન સૌથી મોંઘી બોલી ઈશાન કિશન માટે લાગી હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.