IPL Auction 2022 Live Updates: મેગા ઓક્શન સમાપ્ત, બીજા દિવસે પણ પૈસાનો વરસાદ થયો
આઇપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા
મેગા ઓક્શનના છેલ્લા ચાર ખેલાડીઓ - શિવાંક વશિષ્ઠ, રાહુલ ચંદ્રોલ, કુલવંત ખેજરોલિયા અને આકાશ માધવાલ નથી વેચાયો. આ સાથે મેગા હરાજી સમાપ્ત થઈ.
બી સાઈ સુદર્શનને ટાઇટન્સે 20 લાખમાં ખરીદ્યો હતો. મુંબઈએ આર્યન જુયલને 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. લવનીથ સિસોદિયાને આરસીબીએ 20 લાખમાં ખરીદ્યો હતો. મુંબઈએ ફેબિયન એલનને 75 લાખમાં લીધો હતો. ડેવિડ વિલી પણ વેચાઈ ગયો. તેને RCBએ 2 કરોડમાં ખરીદ્યો હતો. KKR એ અમન ખાનને 20 લાખમાં લીધો.
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જુનની બોલી 20 લાખ રૂપિયાથી શરૂ થઈ અને બાદમાં ગુજરાત ટાઇટન્સે બોલી લગાવી. આવી સ્થિતિમાં અર્જુન તેંડુલકરને આખરે મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
ગુજરાત ટાઇટન્સે વધુ એક વિકેટકીપરને ખરીદ્યો છે અને ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ વેડ રૂ. 2.40 કરોડમાં ગુજરાત સાથે આવ્યો છે.
ઈંગ્લેન્ડના સેમ બિલિંગ્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડમાં ખરીદ્યો છે, રિદ્ધિમાન સાહાને ગુજરાત ટાઇટન્સે 1.90 કરોડમાં ખરીદ્યો છે. આ સાથે હવે વિકેટ કીપર બેટ્સમેન પણ ગુજરાતમાં આવી ગયો છે.
વેસ્ટ ઇન્ડિઝના અલ્ઝારી જોસેફે ગુજરાત ટાઇટન્સે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેન રિચર્ડસન, રાહુલ બુદ્ધિ, ઇવેન્સને કોઇએ ખરીદ્યા નહોતા.
ન્યૂઝિલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ, પવન નેગી, બેન કટિંગ, રોસ્ટન ચેઝને કોઇએ ખરીદ્યો નહોતો.
ચેન્નઇ સુપર કિંગ્સે પ્રશાંત સોલંકીને 1.20 કરોડ રૂપિયામા ખરીદ્યો છે.
પાકિસ્તાન સુપર લીગમાં ધમાલ મચાવનારા ટીમ ડેવિડ પર કરોડો રૂપિયાની બોલી લાગી છે. રાજસ્થાન, કોલકત્તા અને મુંબઇ ઇન્ડિયન્સે તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો. અંતમાં મુંબઇએ 8.25 કરોડમા ટીમ ડેવિડને ખરીદ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના બોલર રોમારિયો શેફર્ડ માટે સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ જામી હતી. અંતમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 7.75 કરોડ રૂપિયામાં રોમારિયોને ખરીદ્યો હતો.
ઇગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર ઇજાના કારણે આ સીઝનમાં રમશે નહી પરંતુ તેમ છતાં મુંબઇ ઇન્ડિયન્સે આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
સાઉથ આફ્રિકાના રાસી વાન ડર ડુસે, એવિન લૂઇસ, કરુણ નાયર, એલેક્સ હેલ્સને કોઇ ખરીદદાર મળ્યો નથી.
ભારતને અંડર-19 વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન યશ ઢુલને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
રિકૂ સિંહને કોલકત્તાએ 55 લાખમાં ખરીદ્યો છે.
હિમાંશૂ રાણા, હરનૂર સિંહ, સચિન બેબી, હિંમત સિંહ, વિરાટ સિંહ, પિયૂષ ચાવલા, ઇશ સોઢી, કર્ણ શર્માને કોઇ ખરીદદાર મળ્યો નથી.
મનન વોહરાને લખનઉએ 20 લાખમાં ખરીદ્યો
મુંબઇ ઇન્ડિયન્સે જયદેવ ઉનાડકટને 1.30 કરોડમાં ખરીદ્યો છે.
મુંબઇ સ્પિનર મયંક માર્કેડેયને 65 લાખમાં ખરીદ્યો
સાઉથ આફ્રિકાના સ્પિનર તબકેજ શમ્સીને કોઇ ખરીદદાર મળ્યો નથી.
નવદીપ સૈનીને 2.60 કરોડ, સંદીપ શર્માને 50 લાખ, ચેતન સાકરીયાને 4.20 કરોડ, ખલીલ અહમદને 5.25 કરોડમાં ખરીદ્યો હતો. લખનઉએ કૃષ્ણપ્પા ગૌતમને 90 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝ બોલર શેલ્ડન કોન્ટ્રેલ, ઇશાંત શર્મા, સાઉથ આફ્રિકાના ઝડપી બોલર લુંગી નગિડીને કોઇ ટીમે ખરીદ્યા નહોતા.
ચેન્નઇ સુપરકિંગ્સે શિવમ દુબેને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર સ્મિથને પંજાબે છ કરોડમાં ખરીદ્યો હતો.
ગુજરાત ટાઇટન્સે જયંત યાદવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે સિવાય વિજય શંકરને 1.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ગુજરાત ટાઇટન્સે જયંત યાદવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે સિવાય વિજય શંકરને 1.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
એક કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ઇગ્લેન્ડના લિયમ લિવિંગસ્ટોનને પંજાબે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને ખરીદવા માટે પંજાબ, હૈદરાબાદ, ગુજરાત વચ્ચે જંગ જામ્યો હતો.
બીજી દિવસની હરાજીમા ચેતેશ્વર પૂજારા, ઇયોન માર્ગન, ડેવિડ મલાનને કોઇ ખરીદદાર મળ્યો નહોતો. જ્યારે ઓસ્ટ્રેલિયાને ટી-20 વર્લ્ડકપ જીતાડનારા એરોન ફિંચને પણ કોઇએ ખરીદ્યો નહોતો.
ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડી રહાણેને કોલકત્તા નાઇટ રાઇડર્સે એક કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રહાણેની આ બેઝ પ્રાઇઝ હતી. મનદીપને દિલ્હીએ 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
સાઉથ આફ્રિકાના એડન માર્કરમને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- પંજાબ કિંગ્સઃ 28 કરોડ 65 લાખ
- મુંબઈ ઈન્ડિયન્સઃ 27 કરોડ 85 લાખ
- ચેન્નઈ સુપર કિંગ્સઃ 20 કરોડ 45 લાખ
- સનરાઇઝર્સ હૈદરાબાદઃ 20 કરોડ 15 લાખ
- ગુજરાત ટાઈટન્સઃ 18 કરોડ 85 લાખ
- દિલ્હી કેપિટલ્સઃ 16 કરોડ 50 લાખ
- કોલકતા નાઇટ રાઇડર્સછ 12 કરોડ 65 લાખ
- રાજસ્થાન રોયલ્સઃ 12 કરોડ 15 લાખ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 9 કરોડ 25 લાખ
- લખનઉ સુપર જાયન્ટ્સઃ 6 કરોડ 90 લાખ
ભારતીયઃ ઈશાંત શર્મા, અજિંકય રહાણે, એસ શ્રીસંત, પીયૂષ ચાવલા, જયંત યાદવ, જયદેન ઉનડકટ, ચેતેશ્વર પુજારા, શિવમ દુબે, વિજય શંકર, હનુમા વિહારી, મુરલી વિજય, યશ ધૂલે, અર્જુન તેંડુલકર
વિદેશીઃ જોફ્રા આર્ચર, ડેવિડ મલાન, સાકિબ મહમૂદ, એરોન ફિંચ, ઈઓન મોર્ગન, જિમી નિશમ, ટીમ સાઉથી, કોલિન મુનરો, માર્નસ લાબુશેન, લિયામ લિંવગસ્ટોન, ઓડીન સ્મિથ, ડેવોન કોન્વે, માર્ટિન ગુપ્ટિલ, ફેબિયન એલેન, લુંગી એનગિડી
બ્રેકગ્રાઉન્ડ
IPL Auction 2022: આઇપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -