IPL New Teams Bidding LIVE : IPLમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો, જાણો કોણે બિડ જીતી

IPL New Teams Bidding : આઇપીએલની નવી ટીમોની જાહેરાત માટે આજે હરાજી શરૂ થવા જઇ રહી છે, હાલમાં આઠ ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહી છે, હવે આ લિસ્ટમાં બે ટીમો નવી ઉમેરાશે,

gujarati.abplive.com Last Updated: 25 Oct 2021 07:48 PM
IPLમાં બે નવી ટીમો
આઈપીએલમાં બે નવી ટીમો

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજીવ ગોયન્કાની માલિકીની આરપીએસજી ગ્રુપે 7000 કરોડથી વધુની બોલીમાં લખનૌ ફ્રેન્ચાઈઝી માટે દાવો કર્યો છે. તે જ સમયે, CVC કેપિટલ પાર્ટનરને અમદાવાદની ફ્રેન્ચાઇઝી મળી છે.

 IPLમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો

 IPLમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો બનાવવામાં આવી છે. RPSG - લખનઉ ટીમ ખરીદી છે. જ્યારે CVC  કેપિટલ્સ - 5,600 કરોડમાં   અમદાબાદ ટીમ ખરીદી છે. 

ટુંક સમયમાં થશે ટીમોની જાહેરાત

આઇપીએલની નવી ટીમોની જાહેરાત આગામી 30 મિનીટમાં થશે





આજે સાંજે કે કાલે થશે ટીમોની જાહેરાત

બીસીસીઆઇ તમામ પાર્ટીઓની બોલીઓનુ ટેકનિકલ મૂલ્યાંકન કરી રહ્યું છે. મૂલ્યાંકન બાદ જે પાર્ટીઓના અરજી અમાન્ય રહેશે, તેમને બોલીથી બહાર કરી દેવામાં આવશે અને બાકી પાર્ટીઓના રશીદ ખોલવામાં આવશે. બોલી જીતનારી પાર્ટીઓની જાહેરાત આજે સાંજ સુધીમાં કે પછી કાલે થઇ શકે છે.

હરાજી અને ટેકનિકલ મૂલ્યાંકન

રિપોર્ટ પ્રમાણે, ટેન્ડર નાંખનારી પાર્ટીઓએ જે બોલી લગાવી છે, તેનુ પહેલા ટેકનિકલ મૂલ્યાંકન થશે.





અદાણી-ગોયનકા ગૃપ રેસમાં આગળ

આઇપીએલ 2022માં આઠ ટીમો ઉપરાંત બે નવી ટીમો ઉમેરાશે, આ માટે બોલીની પ્રક્રિયા શરૂ થઇ છે, જેમાં અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર અદાણી અને ગોયનકા ગૃપ આ રેસમાં સૌથી આગળ દોડી રહ્યાં છે. આ ઉપરાંત ફૂટબૉલ ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડના માલિક ગ્લેજર ફેમિલ પણ દુબઇમાં છે. વળી, જિંદાલ ગૃપ રેસમાંથી બહાર થઇ ગયુ છે.

જિંદાલ ગૃપ રેસમાંથી બહાર

આઇપીએલ ટીમો માટેની હરાજી શરૂ થઇ ચૂકી છે. આમાં 20થી વધુ કંપનીઓએ એટલે કે ઇચ્છુક પાર્ટીઓએ ટેન્ડર ભર્યુ છે. અત્યાર સુધી 10 પાર્ટીઓએ બોલી લગાવી છે, જોકે, ખાસ વાત છે કે હાલની બોલીમાંથી જિંદાલ ગૃપ આ રેસમાંથી બહાર થઇ ગયુ છે.

ડૉક્યૂમેન્ટ ચેકની પ્રક્રિયા શરૂ

દુબઇમાં હરાજી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે, આમાં 10 પાર્ટીઓ સામેલ થઇ છે. તમામના ડૉક્યૂમેન્ટ જમા થઇ ચૂક્યા છે, અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી યોગ્ય પાર્ટીઓના રશીદો ખોલવામાં આવશે, અને વિજેતા પાર્ટીને આઇપીએલની બે નવી ટીમોના માલિકી હક્ક આપવામાં આવશે.

બીસીસીઆઇએ ટ્વીટ કરી ઇમેજ

આઇપીએલ ટીમો માટે હરાજી શરૂ

બીસીસીઆઇ (BCCI)એ આજે એટલે કે સોમવારે આઇપીએલ 2022 (IPL 2022) માટે 2 નવી ટીમોની હરાજી શરૂ કરી દેવામાં આવી છે. આ હરાજીમાં અભુતપૂર્વ રકમ વરસવાનુ નક્કી છે. રિપોર્ટ્ અનુસાર હરાજીના છેલ્લા સ્ટેજમાં 22માંથી 10 પાર્ટી હવે સામેલ રહી ગઇ છે, જેમની વચ્ચે રેસ ચાલી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL New Teams Bidding : આઇપીએલની નવી ટીમોની જાહેરાત માટે આજે હરાજી શરૂ થવા જઇ રહી છે, હાલમાં આઠ ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહી છે, હવે આ લિસ્ટમાં બે ટીમો નવી ઉમેરાશે, જેના માટે હરાજીની શરૂઆત થઇ ગઇ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.