નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ક્રિકેટ રસિયામાં ઘણી પ્રસિદ્ધ છે. જેનું મુખ્ય કારણ આઈપીએલમાં થતી સરપ્રાઇઝ મોમેંટ્સ છે. આઈપીએલમાં (IPL) મોટા ભાગે બેટ્સમેનોનો જ દબદબો હોય છે પરંતુ હવે બોલર્સ પણ કૌવત બતાવતા થઈ ગયા છે. આઈપીએલમાં ત્રણ બેટ્સમેનો સૌથી વધારે વખત બોલ્ડ થયા છે.


શેન વોટસનઃ  આઈપીએલમાંથી સંન્યાસ લેતા પહેલા વોટસને (Shane Watson) સીએસકે સાથે રહીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આઈપીએલ કરિયરમાં વોટસન ઘણી ટીમોની પ્રથમ પસંદ રહ્યો હોવાથી વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી રમવાનો મોકો મળ્યો છે. તેણે આઈપીએલ કરિયરમાં કુલ 145 મેચ રમીને 3874 રન બનાવ્યા અને 92 વિકેટ લીધી છે. વોટસનના નામે આઈપીએલ કરિયરનો સૌથી અણગમતો રેકોર્ડ છે. તે આઈપીએલ કરિયરમાં સૌથી વધુ 35 વખત ક્લીન બોલ્ડ થયો છે.


શિખર ધવનઃ દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ચાલુ વર્ષે આઈપીએલમાં તેનું ધમાકેદાર ફોર્મ રહ્યું છે અને ઓરેંજ કેપનો પણ દાવેદાર છે. આઈપીએલની 183 મેચમાં 127.14ના સ્ટ્રાઇક રેટથી તેણે 5508 રન બનાવ્યા છે. આઈપીએલ કરિયરમાં કુલ 33 વખત બોલ્ડ થવાનો રેકોર્ડ તેના નામે છે. 


વિરાટ કોહલીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો કેપ્ટન કોહલી (Virat Kohli) આઈપીએલ કરિયરમાં 199 મેચ રમી ચુક્યો છે અને 130.41ના સ્ટ્રાઇક રેટથી 6976 રન બનાવ્યા છે. ગઈકાલે પંજાબ કિંગ્સ ઈલેવન સામેના મુકાબલામાં તે સ્પિનર હરપ્રીત બરારની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આઈપીએલમાં તે 32મી વખત બોલ્ડ થયો હતો અને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત બોલ્ડ થવામાં ત્રીજા ક્રમે છે.


સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં સિટી સ્કેન માટે લોકોએ નંબર માટે ચપ્પલની લગાવી લાઇન, જુઓ તસવીરો


Coronavirus: ભારતથી આ દેશમાં જશો તો થશે 5 વર્ષની જેલ ને લાગશે તોતિંગ દંડ, જાણો વિગત


કોરોનાને કાબુમાં લેવા ભારતમાં થોડા સમય બધુ કરી દો બંધ, જાણો કયા જાણીતા ડોક્ટરે આપી આ સલાહ