India vs Ireland Predicted Playing 11: ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડ સામે બે મેચની ટી-20 સીરિઝ રમશે. આ સીરીઝ માટે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરાઇ છે. આ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે તેવી સંભાવના છે.
આ હશે ટોપ ઓર્ડર
આયરલેન્ડ સામે ટીમ ઇન્ડિયા ટોપ ઓર્ડરમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરી શકે છે. બંન્ને ખેલાડીઓએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પણ ઓપનિંગ કર્યું હતું. સાથે જ રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબરે બેટિંગમાં ઉતરી શકે છે. રાહુલ ત્રિપાઠીની પ્રથમવાર ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે.
આ ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં હશે
કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ ઓર્ડરને મજબૂત કરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. કાર્તિકે હાલમાં જ ટીમ ઈન્ડિયામાં શાનદાર વાપસી કરી છે. આ સિવાય દીપક હુડ્ડા પ્લેઇંગ 11માં પણ જોવા મળી શકે છે.
આ હશે બોલિંગ લાઇન અપ
બોલિંગમાં ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળી શકે છે. તે સિવાય ઉમરાન મલિક પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે. આ સિવાય અન્ય બોલર માટે અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ વચ્ચે જંગ જામશે.
પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાના સંભવિત 11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત
SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે