ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આ સીરિઝમાં પ્રથમ બે જીતીને સીરિઝ જીતી ચૂકી છે. ટીમ ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો ઓપનર ઇશાન કિશનને ટીમમાંથી હટાવવામાં આવ્યો છે. વાસ્તવમાં શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચમાં માથામાં ઇજાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે ઇજાના કારણે ઇશાન કિશન ત્રીજી ટી-20 મેચમાં રમશે નહીં.
શનિવારે 26 ફેબ્રુઆરીએ ધર્મશાલામાં રમાયેલી બીજી T20 મેચ દરમિયાન ઈશાન કિશનને માથામાં બોલ વાગ્યો હતો. મેચ બાદ ઈશાન કિશનને સ્કેન માટે ધર્મશાલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને રવિવારે સવારે રજા આપવામાં આવી હતી. જો કે તેનો સ્કેન રિપોર્ટ નોર્મલ છે પરંતુ ટીમ મેનેજમેન્ટ જોખમ લેવા તૈયાર નથી જેના કારણે ઇશાન કિશનને ત્રીજી મેચમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, "તેને ટીમ ડોક્ટર સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. સ્કેન રિપોર્ટ સામાન્ય છે. ઈશાન શ્રીલંકા સામેની ત્રીજી T20Iમાંથી બહાર થઈ ગયો છે.
રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે?
ઈશાન કિશનની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે. ટીમનો બેકઅપ ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીની શરૂઆતમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. મયંક અગ્રવાલને તેના બેકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે, મયંકને તક મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે, કારણ કે ટીમ ઓપનિંગમાં સંજુ સેમસનને તક આપી શકે છે.
તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું
જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન