Joe Root steps down : ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જૉ રૂટે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. તેને ઇંગ્લેન્ડ ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે. તે 2017 થી ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. એલિસ્ટર કૂક બાદ તેને આ કમાન સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ જૉ રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ ટીમે એશીઝ સીરીઝમાં 0-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. શરમજનક હાર બાદ કેપ્ટન જૉ રૂટ નિરાશ હતો અને આ કારણે જે તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. 


એશીઝ સીરીઝ બાદ ઇંગ્લેન્ડ ટીમે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. જ્યાં ઇંગ્લિશ ટીમને 0-1થી ફરીથી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એશીઝ સીરીઝથી ઠીક પહેલા ઇંગ્લેન્ડ ટીમે ભારત વિરુદ્ધ ઘરેલુ સીરીઝ રમી હતી, ત્યારે ભારતીય ટીમે 4 ટેસ્ટની સીરીઝમાં ઇંગ્લેન્ડ પર 2-1 લીડ બનાવી હતી. જોકે, આ સીરીઝની એક મેચ બાકી છે, જે આ વર્ષના જુલાઇમાં રમાશે. 






31 વર્ષના જૉ રૂટે 2017 થી અત્યાર સુધી 64 ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટનશીપ કરી, જેમાં 27 માં ટીમને જીત મળી, જ્યારે 26 માં હારનો સામનો કરવો પડ્યો હતો.  


જૉ રૂટઃ ટેસ્ટ કેપ્ટનશીપ -64 મેચો (2017-22) 
જીત- 27 ટેસ્ટ 
હાર- 26 ટેસ્ટ
જીત %- 42.18 
રન- 5295 
એવરેજ- 46.44 
અડદીસદી- 26 
સદી- 14


આ પણ વાંચો....... 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના


અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર


મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”