ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વન ડે રમાઈ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંલ લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમ 45.2 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે 46.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચ જોવા અફઘાનિસ્તાનનો એક ફેન આવ્યો હતો. જેની હાઇટ તેના માટે મુસીબત બની હતી.




અફઘાનિસ્તાનનો ક્રિકેટ ફેન શેર ખાન 8 ફૂટ બે ઈંચની ઊંચાઈ ધરાવે છે. શહેરમાં રોકાવા માટે શેર ખાન અનેક હોટલમાં ગયો હતો પરંતુ તેની હાઇટ જોઈને કોઇપણ હોટલ રૂમ આપતી નહોતી. આખરે કંટાળીને તેણે પોલીસની મદદ લીધી હતી.



પોલીસ તેને નાકા વિસ્તારમાં આવેલી હોટલ રાજધાનીમાં લઈ ગઈ હતી. જ્યાં તેણે રાતવાસો કર્યો હતો. કાબુલના રહેવાલી શેર ખાનને જોવા માટે હોટલની બહાર અનેક લોકો એકઠા છઈ ગયા હતા. હોટલ માલિક રાનુએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, તે ઘણો ડિસ્ટર્બ હતો. હોટલની બહાર 200 લોકો તેને જોવા ટોળે વળ્યા હતા. હોટલની બહાર લોકો એકઠા થઈ ગયા હોવાથી પોલીસે રક્ષણ પૂરું પાડીને તેને સ્ટેડિયમ પહોંચાડ્યો હતો. રાનુના કહેવા મુજબ, શેર ખાન શહેરમાં ચારથી પાંચ દિવસ રોકાશે.

અમદાવાદના કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ, વાહનચાલકોને પડી મુશ્કેલી, જાણો વિગતે

ફરી રડાવી રહી છે ડુંગળી, ભાવ પહોંચ્યો 100 રૂપિયા, સરકારે લીધો આ ફેંસલો

રાજકોટમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી T 20 , જાણો કેવું રહેશે હવામાન