IPL 2022: IPL 2022 શરૂ થવાને લઈને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ફેન્ચાઈસીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. 2022થી પોતાનું ડેબ્યુ કરનારી લખનૌની ટીમ માટે પણ માઠા સમાચાર સામે આવ્યા છે. આ ટીમનો ઘાતક બોલર ઈજાગ્રસ્ત થતા કે એલ રાહુલની મુશ્કેલી વધી ગઈ છે. લખનૌની ટીમે તેને ખરીદવા માટે 7.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. હવે આ ખેલાડી ટીમની બહાર થતા ટીમ મેનેજમેન્ટ ચિંતામાં આવી ગયું છે.
IPLની બહાર થયો કોહની
હકિકતમાં અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની, જે ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે વુડ છેલ્લા સપ્તાહ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝની સામે પહેલી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે 26 માર્ચથી શરૂ થતી આઈપીએલમાં ભાગ લઈ શકશે નહીં.
વુડને લખનૌએ 7.5 કરોડમાં ખરીદ્યો હતો
તમને જણાવી દઈએ કે આઈપીએમમાં પહેલી વખત ભાગ લઈ રહેલી આ ટીમે વુડને 7.5 કરોડમાં ખરીદ્યો હતો. જો કે હવે તે ઈજાગ્રસ્ત થતા ટીમને મોટો ફટકો લાગશે. વુડ વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ દરમિયાન માત્ર 17 ઓવર જ ફેંકી શક્યો હતો. લખનૌની ટીમનો કેપ્ટન કે એલ રાહુલ છે જ્યારે તેનો મુખ્ય કોચ એન્ડી ફ્લાવર છે. માર્ડ વુડે અત્યાર સુધીમાં આઈપીએલમાં માત્ર એક જ મેચ રમી છે. તેમણે 2018માં એક મેચ રમી હતી ત્યારે તે સીએસકેનો સભ્ય હતો.
આ સિઝનમાં લખનૌ અને ગુજરાત પહેલીવાર રમશે
આઈપીએલ લખનૌ અને ગુજરાતની ટીમ પહેલીવાર મેદાનમાં ઉતરશે. આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થશે આ દરમિયાન કોલકાતા અને ચેન્નાઈની ટીમ મેગા ઈવેન્ટની શરૂઆત કરશે. જ્યારે લખનૌની પહેલી મેચ ગુજરાત સામે 28 માર્ચે રમાશે. લીગ સ્ટેજમાં લખનૌની ટીમ ગુજરાત, રાજસ્થાન,મુંબઈ,દિલ્હી અને કોલકાતાની સામેે બે-બે મેચ રમશે. જ્યારે હૈદરાબાદ,બેંગ્લોર,ચેન્નાઈ અને પંજાબ સામે એક એક મેચ રમશે.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ
કેએલ રાહુલ(કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, એવિન લુઈસ,આવેશ ખાન, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, કરણ શર્મા, કાઈલ મેયર્સ, આયુષ બડોની, મોહસીન ખાન, મનન વોહરા, શાહબાઝ. નદીમ, દુશમંતા ચમીરા, કૃષ્ણપ્પા ગૌતમ, અંકિત રાજપૂત.