MI vs CSK Full Match Highlights: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટથી હરાવ્યું, રહાણેના 27 બોલમાં 61 રન

IPL 2023ની 12મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી.

gujarati.abplive.com Last Updated: 08 Apr 2023 10:57 PM
મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીત

IPL 2023ની 12મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે સાત વિકેટે જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ ચેન્નઈને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ચેન્નઈની જીતનો હીરો અજિંક્ય રહાણે રહ્યો હતો. રહાણેએ 27 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ત્રણ મેચમાં આ બીજી જીત છે, જ્યારે મુંબઈ સતત બીજી મેચ હારી ગયું છે.

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. મુંબઈની ટીમે 13 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 102 રન બનાવી લીધા છે. ચેન્નઈએ પહેલાથી જ  આ મેચમાં પકડ બનાવી રાખી છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ પર પકડ બનાવી

MI vs CSK Score Live: ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ પર પકડ બનાવી છે.   મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ પડી છે. મુંબઈની ટીમે 11 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 87 રન બનાવ્યા છે. 

રોહિત શર્મા 21 રન બનાવી આઉટ

મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 21 રન બનાવી આઉટ થયો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 38 રન બનાવ્યા છે. 

મુંબઈ માટે રોહિત અને ઈશાન ઓપનિંગ કરી રહ્યા છે

મુંબઈ માટે રોહિત અને ઈશાન ઓપનિંગ કરી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના દીપક ચહરે પ્રથમ ઓવરની જવાબદારી સોંપવામાં આવી હતી મુંબઈની ટીમે 1 ઓવરમાં 10 રન બનાવ્યા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. 

બ્રેકગ્રાઉન્ડ

Mumbai Indians vs Chennai Super Kings Live Update: IPL 2023ની 12મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન રહી છે. મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  


હવે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક રસપ્રદ મેચ જોવા મળી શકે છે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ મુંબઈને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચેન્નાઈએ એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે આજની મેચમાં બંને એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળી શકે છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.