MI vs SRH Live Score: મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને 14 રને હરાવ્યું, અંતિમ ઓવરમાં અર્જૂને કરી કમાલ
IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે.
IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈનો 14 રને વિજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ યુવા અર્જુન તેંડુલકરને બોલિંગ માટે બોલાવ્યો હતો. અર્જુને કેપ્ટનના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો અને માત્ર ચાર રન આપ્યા. તેની ઓવરમાં બે વિકેટ પણ પડી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. એઈડન માર્કરમ આઉટ થયો છે. હૈદરાબાદની ટીમે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદને બીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સદી ફટકારનાર હેરી બ્રુક આઉટ થઈ ગયો છે. હૈદરાબાદે બે ઓવરમાં એક વિકેટે 13 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ બે અને રાહુલ ત્રિપાઠી રમતમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કેમરુન ગ્રીને શાનદાર ઈનિંગ રમતા અણનમ 64 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 31 બોલમાં 38 અને તિલક વર્માએ 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 18 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. સનરાઇઝર્સ તરફથી માર્કો જેન્સને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજનને એક-એક સફળતા મળી.
ભુવનેશ્વર કુમારે સનરાઇઝર્સ હૈદરાબાદને ચોથી સફળતા અપાવી. ભુવનેશ્વરે 17મી ઓવરના ત્રીજા બોલ પર તિલક વર્માને આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલે તિલકનો કેચ લીધો હતો. તેણે 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
MI vs SRH: મુંબઈ ઈન્ડિયન્સને પાંચમી ઓવરમાં 41 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા 18 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તે ટી નટરાજનના હાથે કેચ આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન આજે ત્રીજા નંબર પર આવ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકિપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જાનસેન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વઘેરા, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી બે મેચમાં સનરાઈઝર્સ અને મુંબઈની ટીમે જીત મેળવી છે. બંનેની નજર જીતની હેટ્રિક પર રહેશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 25, MI vs SRH: IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી બે મેચમાં સનરાઈઝર્સ અને મુંબઈની ટીમે જીત મેળવી છે. બંનેની નજર જીતની હેટ્રિક પર રહેશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ આઠમા અને સનરાઈઝર્સ નવમા ક્રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -