MS Dhoni Gave Gift To Haris Rauf: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી હોય પરંતુ તે ચર્ચામાં રહેતા હોય છે. ધોની આ વખતે ચર્ચામાં પાકિસ્તાની બોલરના કારણે છે.


વાસ્તવમાં ધોનીએ પાકિસ્તાની ઝડપી બોલર હાસિર રઉફને પોતાની સાઇન કરેલી ચેન્નઇ સુપર કિંગ્સની જર્સી ગિફ્ટમાં આપી છે. હારિસે પોતે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.હારિસે ગિફ્ટમાં મળેલી જર્સીની તસવીરો શેર કરી લખ્યું કે લિજેન્ડ અને કેપ્ટન કૂલ એમએસ ધોનીએ મને આ સુંદર ટી શર્ટ ગિફ્ટમાં આપી સન્માનિત કર્યો છે. નંબર-7. તે હજુ પણ પોતાના વ્યવહાર અને ઉદારતાથી લોકોનું દિલ જીતી રહ્યા છે.


 નોંધનીય છે કે રઉફને આ ગિફ્ટ મોકલવા માટે સીએસકેના મેનેજર રસેલ રાધાકૃષ્ણનનો પણ આભાર માન્યો હતો. હારિસે લખ્યું કે મારો સપોર્ટ કરવા માટે રસેલ રાધાકૃષ્ણનનો પણ આભાર. નોંધનીય છે કે ધોની  ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે પરંતુ  તે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રમતા જોવા મળી રહ્યા છે. સીએસકેએ 2022 માટે ધોનીને રિટેન કર્યો છે.


હારિસ રઉફની પોસ્ટ પર રાધાકૃષ્ણને પણ કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે ‘ જ્યારે અમારા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કોઇને વાયદો કરે છે તો તેને નિભાવે છે. અમને એ જાણીને આનંદ થયો કે તમે પણ એને પસંદ કરો છો’.


 


Gujarat New Corona Guidelines: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની તમામ સ્કૂલોના એકથી નવના ક્લાસ ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત ?  


ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?


Emraan Hashmi ની આ એક્ટ્રેસનો દરિયા કિનારે બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ બોલ્યા  'Hayeeeee Garmiiii'


સ્માર્ટફોન ખોવાઇ જાય તો ચિંતા નહીં, તમે આ ટ્રિક્સની મદદથી આસાનીથી શોધી શકશો મિનીટોમાં, જાણો ટ્રિક્સ...........