મુંબઇઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના દીકરો અર્જુન તેંડુલકર ઇજાના કારણે આઇપીએલ 2021માંથી બહાર થઇ ગયો છે. અર્જુનના સ્થાને મુંબઇ ઇન્ડિયન્સે ઝડપી બોલર સિમરજીત સિંહને ટીમમાં સામેલ કર્યો છે. સિમરજીત સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. મુંબઇ ઇન્ડિયન્સે નિવેદનમાં જણાવ્યું કે મુંબઇ ઇન્ડિયન્સે પોતાની આઇપીએલ 2021ની બાકી સીઝન માટે ઇજાગ્રસ્ત અર્જુન તેંડુલકરના સ્થાન પર સિમરજીત સિંહને સામેલ કર્યો હતો. સિમરજીત સિંહે આઇપીએલ દિશા નિર્દેશો અનુસાર ક્વોરેન્ટાઇન સમય પુરો કરીને ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.


 






નોંધનીય છે કે અર્જુન તેંડુલકરને મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2021ની હરાજીમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 21 વર્ષીય આ ખેલાડી પર તમામની નજર હતી પરંતુ તે આ સીઝનમાં આઇપીએલમાં એક પણ મેચ રમી શક્યો નથી. અર્જુને આ વર્ષે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. અર્જુને એમઆઇજી ક્રિકેટ ક્લબ તરફથી રમતા 31 બોલ પર અણનમ 77 રન બનાવ્યા હતા. આ  સાથે જ અર્જુને ત્રણ વિકેટ ઝડપી હતી.


 


India Corona Cases: દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, સતત બીજા દિવસે 20 હજારથી ઓછા નોંધાયા કેસ


Gujarat Monsoon : ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ


ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનો ‘ખતરો’, 150 કિમી સુધીની ઝડપે ફૂંકાશે પવન, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી


ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના પૂર પીડિતો માટે શું કરી જાહેરાત? જાણો વિગત