West Indies tour of Pakistan: બુધવારે વેસ્ટઈંડિઝ સામે રમાયેલી પહેલી વનડે મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈતિહાસ રચ્યો હતો. બાબરે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટઈંડિઝ સામે 103 રનની ઈનિંગ રમીને બાબર આઝમે કેપ્ટન તરીકે વનડે મેચોમાં સૌથી વધુ ઝડપથી 1000 રન બનાવ્યા છે. વિરાટો કોહલીએ 17 ઈનિંગ માં 1000 રન પુરા કર્યા હતા જ્યારે બાબર આઝમે 13 ઈનિંગમાં જ 1000 રનનો આંકડો પાર કરી લીધો છે.
બાબરે જીત્યું ફેન્સનું દિલઃ
પહેલી વન ડે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર બાબરે મેચ બાદ પણ ફેન્સનું દિલ જીત્યું હતું. મેચ બાદ એવોર્ડ સેરેમનીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ બાબર આઝમની ઘણી પ્રસંશા થઈ રહી છે. વિસ્ફોટક ઈનિંગ બાદ બાબરને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આઝમે આ એવોર્ડ ખુશદિલ શાહને આપ્યો હતો.
શાહે રમી હતી શાનદાર ઈનિંગઃ
એવોર્ડ પ્રેઝેન્ટરે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થયેલા બાબરને બોલ ઉપર સહી કરવા માટે કહ્યું પરંતુ તે માઈક પાસે પહોંચ્યો અને કહ્યું કે તે પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ ખુશદિલ શાહને આપવા ઈચ્છે છે. ખુશદિલ શાહે આ મેચના અંતમાં તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 23 બોલમાં 4 સિક્સર અને 1 ચોકાની મદદથી 41 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ