નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈની ટીમે ઉત્તરાખંડને 725 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં મુંબઈએ ઉત્તરાખંડને 795 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઉત્તરાખંડની આખી ટીમ બીજી ઇનિંગમાં  69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનના મામલામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે. અગાઉ, 1929-30માં ન્યૂ સાઉથ વેલ્સે ક્વીન્સલેન્ડ પર 685 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી. હવે 93 વર્ષ બાદ મુંબઈએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રણજી ટ્રોફીમાં રનના માર્જિનથી સૌથી મોટી જીતનો રેકોર્ડ બંગાળના નામે હતો. તેણે 1953-54માં ઓડિશાને 540 રનથી હરાવ્યું હતું.






મુંબઈએ પ્રથમ ઇનિંગમાં 8 વિકેટ ગુમાવીને 647 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા સુવેદ પારકરે ડેબ્યુ મેચમાં જ બેવડી સદી ફટકારી હતી. તેણે 252 રનની ઇનિંગ રમી હતી. તે પોતાના કોચ અમોલ મજુમદારનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો હતો. પારકર ઉપરાંત સરફરાઝ ખાને પણ 153 રન બનાવ્યા હતા. અરમાન ઝફર અને શમ્સ મુલાનીએ પણ અડધી સદી ફટકારી હતી.


જેના જવાબમાં ઉત્તરાખંડની ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 114 રન જ બનાવી શકી હતી. કમલ સિંહ (40) સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. મુંબઈએ બીજી ઇનિંગ ત્રણ વિકેટે 261 રનના સ્કોર પર ડિકલેર કરી હતી. બીજી ઈનિંગમાં મુંબઈ તરફથી કેપ્ટન પૃથ્વી શોએ 72, યશસ્વી જયસ્વાલે 103 રન બનાવ્યા હતા. આ પછી ઉત્તરાખંડને 795 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. જેનો પીછો કરતા ઉત્તરાખંડની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


 


અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું


IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન


Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા


Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત