Zainab Abbas Interviews Virat Kohli: પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ઈન્ટરવ્યું કર્યો છે. વિરાટ કોહલીના આ ઈન્ટરવ્યુ પછી પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ ઘણી ખુશ દેખાઈ હતી. વિરાટ કોહલી સાથે ઈન્ટરવ્યુ બાદ ઝૈનબ અબ્બાસે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણીએ લખ્યું કે, તમને રોજ વિરાટ કોહલી સાથે વાત કરવાનો અને ઈન્ટરવ્યુ કરવાનો મોકો નથી મળતો, શું શાનદાર બોલે છે વિરાટ કોહલી...


ભારત-પાકિસ્તાન મેચની પહેલાં આ અપશુકન


પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસનો વિરાટ કોહલી સાથેનો આ ઈન્ટરવ્યુ જલ્દી જ આઈસીસીની ચેનલો પર અપલોડ કરવામાં આવશે. જો કે, ઝૈનબ અબ્બાસ અને ફેન્સ માટે આ ખુશીની ક્ષણ છે ત્યારે વિરાટ કોહલીના ફેન્સને આ પસંદ નથી આવ્યું. વિરાટ કોહલીના ફેન્સનું માનવું છે કે, ઝૈનબ અબ્બાસના આ ઈન્ટરવ્યુ બાદ વિરાટ કોહલીનો ખરાબ સમય ફરીથી શરુ થઈ જશે. કારણ કે, ઝૈનબ અબ્બાસ પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ કારણથી ફેન્સનું માનવું છે કે, ભારત - પાકિસ્તાન મેચ પહેલાં આ અપશકુન છે.






'આ ઈન્ટરવ્યુ પછી વિરાટ કોહલી ફોકસ ગુમાવશે'


વિરાટ કોહલીના ચાહકોનું માનવું છે કે પાકિસ્તાન સામેની મેચ પહેલા ઝૈનબ અબ્બાસનો આ ઈન્ટરવ્યુ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનું ધ્યાન ભટકાવશે. સાથે જ, ચાહકો કહી રહ્યા છે કે હવે ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની ટીમને તમામ મહત્વપૂર્ણ માહિતી આપશે, જેના કારણે વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈ જશે. હકીકતમાં, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ પહેલાં એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીનો ઈન્ટરવ્યુ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ચાહકો માને છે કે આ વખતે ઈતિહાસનું પુનરાવર્તન થશે.


આ પણ વાંચો....


Asia Cup 2023: એશિયા કપ માટે પાકિસ્તાન નહી જાય ટીમ ઈન્ડિયા, BCCI સચિવ જય શાહે આપી જાણકારી