IND vs WI 3rd T20I Team Prediction, Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ પહેલાથી જ સીરીઝમાં 2-0થી કબજો જમાવી ચૂકી છે. લગભગ આજે રોહિત શર્મા પોતાની બેન્ચ સ્ટ્રેન્થને અજમાવવાનો પ્રયાસ કરશે, કેમ કે મેનેજમેન્ટ આગામી ટી20 વર્લ્ડકપને લઇને તૈયારીઓ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આઠ મહિના બાદ આઇસીસી ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે. જેને ધ્યાનમાં રાખીને આજે ટી20માં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવી શકે છે.
આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન-
રિપોર્ટ્સ છે કે, આજની મેચમાં ઓપનિંગમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશન નહીં પરંતુ ઋતુરાજ ગાયકવાડ ઉતરી શકે છે. ઇશાન કિશન પહેલી બે મેચમાં ઓપનિંગમાં ફ્લૉપ રહ્યો છે. મીડિલ ઓર્ડરની વાત કરીએ તો આજે વેસ્ટ ઇન્ડિઝ સામે રોહિત શર્મા વિરાટ કોહલીની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરી શકે છે. શ્રેયસ અય્યરની સાથે મીડલ ઓર્ડરમાં સુર્યકુમાર યાદવ આવી શકે છે. આ ઉપરાંત ફિનિશર તરીકે દીપક હૂડા અને ઓલરાઉન્ડર તરીકે ફરી એકવર વેંકેટેશ અય્યરને તક મળી શકે છે.
બૉલિંગ એટેકમાં, રોહિત શર્મા સ્પિનર્સ તરીકે ફરી એકવાર રવિ બિશ્નોઇ અને કુલદીપ યાદવનો મોકો આપી શકે છે. જ્યારે ફાસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટ આજે હર્ષલ પટેલની સાથે દીપક ચાહર અને આવેશ ખાન સંભાળી શકે છે.
ત્રીજી ટી20 માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, વેંકેટેશ અય્યર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચાહર, આવેશ ખાન.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત