RCB-W vs DC-W: દિલ્હી કેપિટલ્સે RCBને 60 રનથી હરાવ્યું
RCB-W vs DC-W WPL 2023 LIVE Score: દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમાં શરુ થઈ છે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થઈ. તેથી મેચની શરૂઆતમાં હળવી ગરમી રહેશે.
દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 60 રનથી હરાવ્યું છે. ટીમે પ્રથમ બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. આ દરમિયાન શેફાલી વર્માએ 84 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં RCBની ટીમ 8 વિકેટ ગુમાવીને 163 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી તારાએ 5 વિકેટ લીધી હતી.
આરસીબીએ 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા છે. ટીમની 7મી વિકેટ શોબનાના રૂપમાં પડી હતી. તે 2 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
રોયલ ચેલેંન્જર્સ બેંગ્લોરની ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે, ઉપરા ઉપરી બે વિકેટ પડી ગઈ છે. પેરી 31 રને અને દિશા 9 રન બનાવી આઉટ થઈ છે. હાલમાં બેંગ્લોરની ટીમે 4 વિકેટના નુકસાને 91 રન બનાવી લીધા છે.
10 ઓવરના અંતે બેગ્લોરની ટીમે બે વિકેટે 88 રન બનાવી લીધા છે. મંધાના 23 બોલમાં 35 રન બનાવી આઉટ થઈ છે. પેરી અને દિશા હાલમાં પીચ પર હાજર છે.
બેંગ્લોરની ટીમે 6 ઓવરના અંતે એક વિકેટે 54 રન બનાવી લીધા છે. ડિવાઈન 14 રન બનાવી આઉટ થઈ છે. મંધાના 34 રને અને પેરી 6 રને બેટિંગ કરી રહી છે.
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 223 રન બનાવ્યા છે. જેમીમા 22 રને અને કેપ 39 રન બનાવી નોટ આઉટ રહી હતી. બેગ્લોર તરફથી નાઈટે 2 વિકેટ લીધી હતી.
15મી ઓવરમાં દિલ્હીને બે ઝટકા લાગ્યા છે. બન્ને ઓપનર પેવેલિયન પરત ફરી છે. મેગ લેનિંગ 72 રન અને શૈફાલી વર્મા 84 રન બનાવી આઉટ થઈ છે. દિલ્હીએ 15 ઓવરના અંતે બે વિકેટે 164 રન બનાવી લીધા છે.
દિલ્હી કેપિટલ્સે 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 105 રન બનાવ્યા છે. ટીમ તરફથી મેગ લેનિંગ 28 બોલમાં 47 રન અને શેફાલી વર્મા 32 બોલમાં 54 રન બનાવીને રમી રહી છે.
દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 37 રન બનાવ્યા હતા. મેગ લેનિંગ 15 રને અને શેફાલી વર્મા 21 રને પર રમી રહી છે. શેફાલીએ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે.
શૈફાલી વર્મા, મેગ લેનિંગ (C), મારિજન કપ્પ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભાટિયા (વિકી), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
સ્મૃતિ મંધાના (c), સોફી ડિવાઇન, દિશા કસાટ, એલિસે પેરી, રિચા ઘોષ (wk), હીથર નાઈટ, કનિકા આહુજા, આશા શોભના, પ્રીતિ બોઝ, મેગન શટ્ટ, રેણુકા સિંહ
બ્રેકગ્રાઉન્ડ
RCB-W vs DC-W WPL 2023 LIVE Score: દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમાં શરુ થઈ છે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થઈ. તેથી મેચની શરૂઆતમાં હળવી ગરમી રહેશે. અહીં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહીં પીચ બનાવવા માટે લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મેદાન પર મોટો સ્કોર બનાવી શકાય છે. બંને ટીમો માટે અહીં મોટો સ્કોર કરવાની સારી તક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -