વડોદરાઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને યુસુફ પઠાણ (Yusuf Pathan) સુબ્રમણ્યમ બદ્રીનાથ (S Badrinath) બાદ હવે ઈરફાન પઠાણ (Irfan Pathan) પણ કોરોનાગ્રસ્ત થયો છે. આ ખેલાડીએ પણ તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં (Road Safety World Series) હિસ્સો લીધો હતો. ઈરફાને ખુદ પોઝિટિવ (Corona Positive) આવ્યો હોવાની જાણકારી આપી હતી. હાલ તે ઘરમાં જ ક્વોરન્ટાઈન છે.
ઈરફાને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, કોઈપણ જાતના લક્ષણ વિના હું કોવિડ-19 પોઝિટિવ આવ્યો છું. હું ઘરમાં જ ક્વોરન્ટાઈન થયો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું. ઉપરાંત તમામને માસ્ક (Mask) જરૂરથી પહેવા અને સોશિયલ ડિસ્ટેસિંગનું (Social Distancing) ધ્યાન રાખવા પણ કહું છું.
ચોથો ખેલાડી થયો સંક્રમિત
વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આગળ જતાં વધુ ખેલાડીઓ પણ પોઝિટિવ આવે તેવી સંભાવના છે. ઈરફાન પઠાણા પહેલા બદ્રીનાથ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
કેવી છે ઈરફાન પઠાણની કરિયર
ઈરફાન પઠાણની ગણના ભારતના શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે. તેણે 29 ટેસ્ટમાં 100 વિકેટ, 120 વન ડેમાં 173 વિકેટ અને 24 ટી-20માં 28 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલ(IPL)ની 103 મેચમાં 80 વિકેટ લીધી છે. આ ઉપરાંત બેટિંગમાં તેણે ટેસ્ટમાં 1105 રન, વન ડેમાં 1544 રન અને ટી-20માં 172 રન બનાવ્યા છે. આઈપીએલમાં 1139 રન બનાવ્યા છે.