KKR vs RR, IPL 2023: રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું
IPL 2023, Match 56, KKR vs RR LIVE Update: IPL 2023ની 56મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યશસ્વીએ 47 બોલમાં 98 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 13 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસન 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી.
રાજસ્થાને 11 ઓવરમાં 127 રન બનાવ્યા છે. સંજુ સેમસન 25 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વીએ 38 બોલમાં 83 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 97 રનની ભાગીદારી છે. હવે રાજસ્થાનને જીતવા માટે 54 બોલમાં 23 રનની જરૂર છે.
રાજસ્થાન રોયલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. યશસ્વી 23 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન રમી રહ્યો છે. સંજુ સેમસને 4 બોલમાં 2 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 38 રનની ભાગીદારી થઈ છે.
યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરતા માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. તેણે 13 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. જયસ્વાલ 50 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 3 ઓવરમાં 54 રન બનાવ્યા છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ પ્રથમ ઓવરમાં 26 રન બનાવ્યા હતા. પરંતુ તેની આગલી જ ઓવરમાં જોસ બટલર આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. બટલર રસેલના હાથે રનઆઉટ થયો હતો.
કોલકાતાએ રાજસ્થાનને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્ચો છે, રાજસ્થાન તરફથી ચહલે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બોલ્ટને 2 વિકેટ મળી હતી.
કોલકાતાએ 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. અનુકુલ રોય 2 રન બનાવીને રમી રહ્યો છે. રિંકુ સિંહે 16 રન બનાવ્યા છે.
કોલકાતાની ચોથી વિકેટ પડી. આન્દ્રે રસેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. કેએમ આસિફે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 13.3 ઓવરમાં 107 રન બનાવ્યા હતા. અય્યર 44 રન બનાવીને રમી રહ્યો છે. હવે રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી. નીતિશ રાણા 17 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાણાએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.
કોલકાતાએ 50 રનનો સ્કોર પૂરો કર્યો. ટીમે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. વેંકટેશ 9 રન અને રાણા 11 રન બનાવીને રમી રહ્યા છે.
કોલકાતાની બીજી વિકેટ પડી :s. ગુરબાજ 12 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને ટ્રેન્ટ બોલ્ટે શિકાર બનાવ્યો હતો. ગુરબાજે આ ઇનિંગમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેના આઉટ થયા બાદ કેપ્ટન નીતિશ રાણા બેટિંગ કરવા આવ્યો છે. કોલકાતાએ 4.1 ઓવરમાં 29 રન બનાવી લીધા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રથમ વિકેટ પડી છે. જેસન રોય 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રોયને ટ્રેન્ટ બોલ્ટે શિકાર બનાવ્યો હતો. KKRએ 2.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવ્યા છે.
રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), જેસન રૉય, વેંકટેશ અય્યર, નીતીશ રાણા (કપ્તાન), આંદ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નરેન, શાર્દુલ ઠાકુર, અનુકુલ રૉય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાના ખેલાડીઓ હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરવા ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 56, KKR vs RR: IPL 2023 ની 56મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચ રસપ્રદ બની શકે છે. આ બંને ટીમોએ અત્યાર સુધી 11-11 મેચ રમી છે અને 5-5થી જીત મેળવી છે. કોલકાતા આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે છે. આ મેચ માટે બંને ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ટ્રેન્ટ બોલ્ટની રાજસ્થાન ટીમમાં વાપસી થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -