RR vs LSG: લખનૌએ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું, આવેશ ખાનની 3 વિકેટ
Rajasthan Royals vs Lucknow Super Giants: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
રાજસ્થાન સામે લખનૌની 10 રને જીત થઈ છે. લખનૌ તરફથી આવેશ ખાને 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી હતી. જ્યારે રાજસ્થાન તરફથી જયસ્વાલે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા.
15મી ઓવરમાં નવીન ઉલ હકે માત્ર 5 રન આપ્યા હતા. હવે રાજસ્થાન રોયલ્સે 30 બોલમાં 51 રન બનાવવાના છે. હેટમાયર અને પડીકલ ક્રિઝ પર છે.
રાજસ્થાન રોયલ્સને 13મી ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. સંજુ સેમસન માત્ર બે રન બનાવીને રનઆઉટ થયો હતો. 13 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 2 વિકેટે 95 રન છે. જોસ બટલર 39 અને દેવદત્ત પડિકલ એક રન પર છે.
રાજસ્થાન રોયલ્સની પ્રથમ વિકેટ 87 રન પર પડી હતી. યશસ્વી જયસ્વાલ 35 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. માર્કસ સ્ટોઇનિસે જયસ્વાલને આઉટ કર્યો હતો.
10 ઓવર બાદ રાજસ્થાનની ટીમે વિના વિકેટે 73 રન બનાવી લીધા છે. જયસ્વાલ 36 અને બટલર 30 રને બેેટિંગ કરી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સે પાવરપ્લેમાં શાનદાર બેટિંગ કરતા એકપણ વિકેટ વિના 47 રન બનાવ્યા છે. અત્યારે યશસ્વી જયસ્વાલ 27 અને જોસ બટલર 15 રને રમી રહ્યા છે.
રાજસ્થાનની ટીમે 4 ઓવરના અંતે વિના વિકેટે 23 રન બનાવી લીધા છે. બટલર અને જયસ્વાલ હાલમાં બેટિંગ કરી રહ્યા છે.
લખનૌએ રાજસ્થાનને જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી સૌથી વધુ રન રાહુલે કર્યા હતા. તેમણે 39 રનની પારી રમી હતી. રાજસ્થાન તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી.
લખનૌની ટીમે 4 વિકેટના નુકસાને 15 ઓવરના અંતે 109 રન બનાવી લીધા છે. સ્ટોઈનીસ અને પૂરન ક્રિઝ પર હાજર છે.
લખનૌની ત્રીજી વિકેટ પડી છે. હુડ્ડા 2 રન બનાવી આઉટ થયો છે. 13.2 ઓવર બાદ લખનૌએ 99 રન બનાવ્યા છે.
લખનૌની બીજી વિકેટ પડી છે. આયુષ બદોની 1 રન બનાવી આઉટ થયો છે.
કેએલ રાહુલ 39 રન બનાવી આઉટ થયો છે. હોલ્ડરે તેની વિકેટ લીધી છે. 10.4 ઓવર બાદ લખનૌના 82 રન.
9 ઓવરના લખનૌની ટીમે વિના વિકેટે 74 રન બનાવી લીધા છે. રાહુલ 36 અને માયર્સ 35 રને બેટિંગ કરી રહ્યા છે.
પાવરપ્લે પૂરો થયા પછી એટલે કે 6 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 37 રન છે. રાજસ્થાનના બોલરો ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી રહ્યા છે. કેએલ રાહુલ 19 અને કાયલ મેયર્સ 17 રને રમી રહ્યા છે.
4 ઓવર પછી લખનૌનો સ્કોર વિના વિકેટે માત્ર 18 રન છે. ચોથી ઓવરમાં પણ કોઈ રન આવ્યો ન હતો. રાજસ્થાનના બોલરો ચોક્કસ લાઇન લેન્થ સાથે બોલિંગ કરી રહ્યા છે. કેએલ રાહુલ 12 બોલમાં 8 રન અને મેયર્સ 13 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે.
રાજસ્થાન તરફથી બીજી ઓવર સંદીપ શર્માએ ફેંકી હતી. સંદીપની આ ઓવરમાં 12 રન આવ્યા હતા. કાયલ મેયર્સે ચોગ્ગો અને કેએલ રાહુલે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. લખનૌનો સ્કોર 2 ઓવર પછી 12 રન છે.
કેએલ રાહુલ(C), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન(WK), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ
સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જોસ બટલર, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, જેસન હોલ્ડર.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. લેગ સ્પિનર એડમ ઝમ્પા આજે રમી રહ્યો નથી.
બ્રેકગ્રાઉન્ડ
RR vs LSG IPL Live Score: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો ટકરાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સિઝનમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સે પાંચ મેચ રમી છે અને તેમાંથી ચાર જીતી છે. સંજુ સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. બીજી તરફ લખનૌની ટીમ પાંચ મેચમાં ત્રણ જીત સાથે બીજા નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -