RR vs PBKS, IPL 2023: પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં રાજસ્થાનને 5 રનથી હરાવ્યું, એલિસની 4 વિકેટ

RR vs PBKS Live Score: IPL 2023 ની આઠમી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો...

gujarati.abplive.com Last Updated: 05 Apr 2023 11:46 PM
પંજાબની શાનદાર જીત

પંજાબની રાજસ્થાન સામે શાનદાર જીત થઈ છે. પંજાબે રાજસ્થાનને 5 રને હરાવી દીધું છે. 

રાજસ્થાનને જીતવા માટે 24 બોલમાં 69 રનની જરૂર

રાજસ્થાન રોયલ્સે 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 24 બોલમાં 69 રનની જરૂર છે. શિમરોન હેટમાયર 6 રન અને ધ્રુવ 2 રન બનાવીને રમી રહ્યા છે.

રિયાન પરાગ અને દેવદત પડિકલ આઉટ

રિયાન પરાગ અને દેવદત પડિકલ બન્ને પેવેલિયન પરત ફર્યા છે. રિયાન પરાગ 20 રને અને દેવદત્ત પડિકલ 21 રન બનાવી આઉટ થયો છે.

રાજસ્થાને 14 ઓવરમાં 121 રન બનાવ્યા

રાજસ્થાન રોયલ્સે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 36 બોલમાં 77 રનની જરૂર છે. રિયાન પરાગ 11 બોલમાં 20 રન અને દેવદત્ત પડિકલ 25 બોલમાં 21 રન રમી રહ્યા છે.

રાજસ્થાનને જીતવા માટે 72 બોલમાં 128 રનની જરૂર

રાજસ્થાન રોયલ્સે 8 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 72 બોલમાં 128 રનની જરૂર છે. સંજુ 16 બોલમાં 33 રન અને દેવદત્ત 5 રને રમી રહ્યો છે.

રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી

રાજસ્થાનની મોટી વિકેટ પડી છે. જોસ બટલર 11 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. બટલરને નાથન એલિસે શિકાર બનાવ્યો હતો. હવે દેવદત્ત પડિકલ સંજુ સેમસન સાથે બેટિંગ કરવા આવ્યો છે.

યશસ્વી જયસ્વાલ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

198ના સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમને 13ના સ્કોર પર પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો જે 11 રન બનાવીને અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

પંજાબે રાજસ્થાનને આપ્યો 198 રનનો ટાર્ગેટ

પંજાબ રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી કેપ્ટન શિખર ધવને નોટ આઉટ 86 રન બનાવ્યા હતા. આ પહેલા ઓપનર પ્રભસિમરન સિંહે 60 રનનું યોગદાન આપ્યું હતું.

શિખર ધવને અડધી સદી ફટકારી

શિખર ધવને શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 36 બોલમાં 6 ફોર અને 1 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા છે. તેની સાથે જિતેશ શર્મા મેદાનમાં ઉભો છે.


 





ભાનુકા રાજપક્ષે ઈજાને કારણે મેદાનમાંથી બહાર

પંજાબ કિંગ્સે 12 ઓવર પછી 113 રન બનાવી લીધા છે. શિખર ધવન અને જીતેશ શર્મા રમી રહ્યા છે. બોલ વાગવાને કારણે ભાનુકા રાજપક્ષે મેદાનની બહાર ગયો છે. વાસ્તવમાં, શિખર ધવને શોટ રમવાનો પ્રયાસ કર્યો, તે દરમિયાન બોલ ભાનુકાના જમણા હાથ પર વાગ્યો.

પંજાબ કિંગ્સને પ્રથમ ફટકો લાગ્યો, પ્રભસિમરન સિંહ આઉટ

પંજાબ કિંગ્સની પ્રથમ વિકેટ પડી. પ્રભસિમરન સિંહ 34 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. પ્રભસિમરનને રાજસ્થાનના જેસન હોલ્ડરે શિકાર બનાવ્યો હતો. તેનો કેચ બટલરે પકડ્યો હતો.

પ્રભસિમરન સિંહે શાનદાર અડધી સદી ફટકારી

પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરતા પ્રભસિમરન સિંહે 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તે 29 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 7.3 ઓવરમાં 71 રન બનાવી લીધા છે. શિખર ધવન 16 રન બનાવીને રમી રહ્યો છે.

પ્રભસિમરન અને ધવન વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂરી

પ્રભસિમરન સિંહ અને શિખર ધવને અડધી સદીની ભાગીદારી પૂરી કરી છે. આ સાથે પંજાબ કિંગ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. પંજાબે 5 ઓવર પછી 56 રન બનાવ્યા છે. પ્રભસિમરન અને ધવન વચ્ચે 30 બોલમાં 56 રનની ભાગીદારી થઈ છે. પ્રભાસિમરન 18 બોલમાં 39 રન અને ધવન 12 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે.

પંજાબે 4 ઓવરમાં 45 રન બનાવ્યા હતા

પંજાબે 4 ઓવરમાં અંતે વિના વિકેટે 45 રન બનાવી લીધા છે. શિખર ધવન અને પ્રભસિમરન સિંહ બેટિંગ કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

 શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કુર્રન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યા બાદ કહ્યું, "અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ." અહીં ઝાકળ પડવાની ધારણા છે.

બ્રેકગ્રાઉન્ડ

RR vs PBKS Live Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 8મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીમાં રમાશે. રાજસ્થાને આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં હૈદરાબાદને 72 રને હરાવ્યું હતું. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. પંજાબની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતી. તે પંજાબ દ્વારા ડકવર્થ-લુઈસ નિયમ દ્વારા જીતવામાં આવી હતી. હવે રાજસ્થાન અને પંજાબ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. 


રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેમાં કદાચ કોઈ ફેરફાર નહીં થાય. ટીમ ઓપનિંગ માટે જોસ બટલર અને યશસ્વીને મેદાનમાં ઉતારી શકે છે. દેવદત્ત પડિક્કલ છેલ્લી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જો કે આ હોવા છતાં તેને તક મળી શકે છે. રિયાન પરાગ અને જેસન હોલ્ડર પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ મેદાન પર દેખાઈ શકે છે.


પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. ધવનની સાથે પ્રભસિમરન સિંહ ઓપનિંગ માટે મેદાનમાં આવી શકે છે. ભાનુકા રાજપક્ષે અને જીતેશ શર્મા પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. સેમ કર્રન, સિકંદર રઝા અને હરપ્રીત બ્રાર પણ મેદાનમાં ઉતરી શકે છે.


આ મેચ ગુવાહાટીમાં રમાશે. આ મેદાન રાજસ્થાનના ખેલાડી રિયાન પરાગનું હોમ ગ્રાઉન્ડ છે. તેઓ આ મેચમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે. રેયાન 38 રન બનાવતાની સાથે જ T20 ફોર્મેટમાં 1500 રન પૂરા કરી લેશે. આ સાથે જ ટ્રેન્ટ બોલ્ટ પાસે પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરવાની તક છે. બોલ્ટ IPLની 100 વિકેટ પૂરી કરી શકે છે. આ માટે તેમને 6 વિકેટની જરૂર પડશે. કેપ્ટન સંજુ સેમસન રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. આ માટે તેને માત્ર 3 રનની જરૂર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.