South Africa vs India 1st Test Day 1 Stumps: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચ્યુરિયનમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયાના નામે રહ્યો છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ત્રણ વિકેટે 272 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે લોકેશ રાહુલ 122 અને અજિંક્ય રહાણે 40 રને રમતમાં હતા. સાઉથ આફ્રિકા તરફથી Lungi Ngidiએ ત્રણ વિકેટ ઝડપી હતી.


બોક્સિંગ ડે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી લગાવતા લોકેશ રાહુલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.  વાસ્તવમાં તે સાઉથ આફ્રિકામાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બની ગયો છે. આ અગાઉ 2007માં વસીમ જાફરે સાઉથ આફ્રિકાની ધરતી પર સદી ફટકારી હતી.


નોંધનીય છે કે સાઉથ આફ્રિકામાં કેએલ રાહુલની આ પ્રથમ સદી છે. જ્યારે તેના ટેસ્ટ કરિયરની આ સાતમી સદી છે. રસપ્રદ વાત એ છે કે રાહુલે ટેસ્ટ કરિયરમાં છ સદી વિદેશની ધરતી પર ફટકારી છે. રાહુલ પોતાના ટેસ્ટ કરિયરની 41મી મેચ રમી રહ્યો છે. આ દરમિયાન તેણે 14 ટેસ્ટ ભારતમાં રમી છે જેમાં તેણે એક સદી ફટકારી છે.


આ અગાઉ ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. બાદમાં આવેલા પૂજારા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. પૂજારાનુ ખરાબ ફોર્મ યથાવત રહેતા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. યુઝર્સે તેને નકલી રાહુલ દ્રવિડ ગણાવ્યો હતો. બાદમાં કેપ્ટન વિરાટ કોહલી અને રાહુલે સ્થિતિ સંભાળી હતી. જોકે, કોહલી 35 રન બનાવી આઉટ થયો હતો.


 


 


ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?


નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?


BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...