Asia Cup 2022: એશિયા કપ શનિવારથી શરૂ થયો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ છે. શ્રીલંકાની ટીમ આ મેચમાં વધુ પ્રદર્શન કરી શકી ન હતી અને અફઘાનિસ્તાન સામે આઠ વિકેટે મેચ હારી ગઈ હતી. જો કે આ મેચ ઘણા વિવાદોથી ઘેરાઈ ગઈ છે. શ્રીલંકાના ક્રિકેટ ચાહકોએ અમ્પાયરો પર 'બેઈમાન' હોવાનો આરોપ લગાવ્યો છે.


કેવી રીતે મેચ વિવાદમાં ઘેરાઈ?


અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ટોસ હાર્યા બાદ શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. શ્રીલંકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને તેણે પહેલી જ ઓવરમાં પોતાની પ્રથમ બે વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઓવરમાં નવીન-ઉલ-હકે પથુમ નિસાંકાને વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, ફિલ્ડ અમ્પાયરે પથુમને નોટઆઉટ આપ્યો હતો.


જે બાદ અફઘાનિસ્તાનની ટીમે આ નિર્ણયનો રિવ્યું માંગ્યો હતો. રિવ્યુ બાદ થર્ડ અમ્પાયરે જોયું કે બોલ બેટ સાથે અથડાયો હતો અને ત્રીજા અમ્પાયરે નિસાંકાને આઉટ જાહેર કર્યો હતો. રિપ્લેમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે બોલ બેટ સાથે અથડાયો હતો, પરંતુ અલ્ટ્રા એજમાં કોઈ ફરક નહોતો. આ કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર અમ્પાયરને બેઈમાન કહી રહ્યા છે. શ્રીલંકાના કોચ અને કેપ્ટન પણ આ નિર્ણય પર વિશ્વાસ કરી શક્યા નથી.


અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો


દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ 2022 એશિયા કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાની ટીમ 105 રન જ બનાવી શકી હતી. જવાબમાં અફઘાનિસ્તાને 11મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો.


આ પણ વાંચો........... 


Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી


UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ