Sourav Ganguly Birthday Sachin Tendulkar Team India: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની કેરિયરમાં કેટલીય યાદગાર ઇનિંગો રમી. તેને સચિન તેંદુલકરની સાથે મેચ જીતાઉં ઇનિંગો રમી છે. આ બન્ને દિગ્ગજ ખેલાડી વનેડમાં ઓપનર તરીકે કેટલીયવાર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. ખાસ વાત ચે કે આ બન્ને મેદાનની સાથે સાથે મેદાનની બહાર પણ સારી જોડીદાર કે દોસ્ત હતા. ગાંગુલી આજે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ગાંગુલીનો જન્મ 8 જુલાઇ, 1972માં કોલકત્તાના બેહાલમાં થયો હતો. આજે સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર વાંચો તેનો રસપ્રદ કિસ્સો..........
ગાંગુલી અને સચિની દોસ્તી ખુબ ગાઢ હતી -
ગાંગુલી અને સચિનની દોસ્તી મેદાનની અંદર નહીં પરંતુ બહાર પણ ગાઢ રીતે હતી. એકવાર સચિને ગાંગુલીના રૂમમાં પાણી ભરી દીધુ હતુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સચિને આ કિસ્સા પર વાત કરતા કહ્યું કે, અમે બન્ને સાથે સારો સમય વિતાવ્યો છે. અમે બન્ને અંડર-5ના દિવસોથી સાથે છીએ, આ જ કારણ છે કે અમારી દોસ્તી સારી છે.
સચિને ગાંગુલી સાથે જોડાયેલો એક દિલચસ્પ કિસ્સો બતાવ્યો, તેને બતાવ્યુ કે, દોસ્તોની સાથે મળીને ગાંગુલીના રૂમમાં પાણી ભરી દીધુ હતુ, સચિનની સાથે આ દરમિયાન જતિન પ્રંજાપે અને કેદાર ગોડબોલે પણ હતા. ગાંગુલી જ્યારે બપોરે સુઇ રહ્યો હતો, તે ત્યારે અમે ત્રણેયે તેના રૂમમાં પાણી ભરી દીધુ હતુ. આ જોઇને તે ચોંકી ગયો હતો. જોકે, ગાંગુલીને આ એ વાતની ખબર પડી ગઇ હતી કે આ કામ સચિને જતિન અને કેદારની સાથે મળીને કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 7212 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 16 સદી અને 35 ફિફ્ટી ફટકારી છે. ગાંગુલીનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 239 રન રહ્યો છે. તેને 311 વનડે મેચો રમી છે અને આ દરમિયાન 11363 રન બનાવ્યા છે. ગાંગુલીએ આ ફોર્મેટમાં 22 સદી અને 72 ફિફ્ટી છે. ગાંગુલીનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કૉર 183 રન રહ્યો છે. તેને લિસ્ટ એ અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ કમાલ બતાવ્યો છે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો