T-20 World Cup: નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી, સર્જ્યો મોટો અપસેટ

T-20 World Cup: ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે. 

gujarati.abplive.com Last Updated: 06 Nov 2022 08:59 AM

બ્રેકગ્રાઉન્ડ

T-20 World Cup: ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે. 






આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે. ટીમ 6 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે.


આ અગાઉ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સાઉથ આફ્રિકા માટે ખોટો સાબિત થયો હતો અને નેધરલેન્ડની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 58 રનની ભાગીદારી કરી હતી. અહીં સ્ટીફન મેબર્ગ 30 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી મેક્સ ઓ'ડાઉડ (29) પણ પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ટોમ કૂપરે 19 બોલમાં 35 અને કોલિન એકરમેને 26 બોલમાં 41 રન ફટકારીને નેધરલેન્ડને 150નો પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પણ છેલ્લી મેચમાં 7 બોલમાં 12 રન બનાવ્યા હતા.


બોલરોએ દક્ષિણ આફ્રિકાની વાપસી કરી હતી


એક સમયે નેધરલેન્ડની ટીમે 12.3 ઓવરમાં માત્ર એક વિકેટે 97 રન બનાવી લીધા હતા. એવું લાગતું હતું કે આ ટીમ 180+નો ટાર્ગેટ રાખી શકે છે પરંતુ અહીં સ્પિનર ​​કેશવ મહારાજે ખતરનાક દેખાતા મેક્સ અને ટોમને પેવેલિયનમાં મોકલીને ટીમની વાપસી કરાવી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. એનરિક નોર્સિયા અને એડન માર્કરામને પણ 1-1 વિકેટ મળી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.