IND vs NZ T20: કડવર્થ લૂઇસના હિસાબથી મેચ ટાઇ, હાર્દિકે સીલ કરી 1-0થી સીરીઝ
IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નેપિયર ગ્રાઉન્ડ પર રમાશે, ભારત સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂક્યુ છે.
IND vs NZ T20 Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ, બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મેદાન બેટિંગ માટે ઉતરી અને 9 ઓવરની રમત પુરી થઇ હતી ત્યારે મેદાન પર ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો, આ પછી આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડ રિપોર્ટ ખરાબ રહ્યો હતો, એમ્પાયરે આનુ ધ્યાન રાખતા ત્રીજી અને અંતિમ ટી20ને ટાઇ જાહેર કરી હતી. વરસાદના કારણે મેચ ફરીથી શરૂ ન હતી થઇ શકી. આ કારણે એમ્પાયરે ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે આ મેચને ટાઇ જાહેર કરી હતી. આમ પણ સીરીઝની પહેલી મેચ વરસાદને ભેટ ચઢી ચૂકી હતી, અને આ બીજી મેચ પણ વરસાદના કારણે અડધેથી ધોવાઇ ગઇ હતી.
જ્યારે બીજી ઇનિંગમાં કીવી ટીમ તરફથી આપવામાં આવેલા 161 રનોના ટાર્ગેટનો પીછો કરવા ભારતીય ટીમ ઉતરી, તે સમયે વરસાદ નહતો, આ મેચમાં ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી, અને 9 ઓવરની રમત બાદ વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે મેચ 9 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 75 રન પર પહોચી હતી, અને બાદમાં મેચ ફરી શરૂ થઇ શકી ન હતી, આ દરમિયાન ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 18 બૉલમાં 30 રન અને દીપક હુડ્ડા 9 બૉલમાં 9 રન બનાવીને રમી રહ્યાં હતા.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે, એક પછી એક વિકેટો ગુમાવ્યા બાદ હવે વરસાદી વિઘ્ન નડ્યુ છે. 9 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 75 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 30 રન અને દીપક હુડ્ડા 9 રન બનાવીને છે.
161 રનોના ટાર્ગેટનો પીછો કરતાં ભારતીય ટીમે નબળી શરૂઆત કરી છે, ટીમે પહેલી જ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી છે. ભારતીય ટીમે ઇશાન કિશન 10 રન, ઋષભ પંત 11 રન અને શ્રેયસ અય્યરની વિકેટો ગુમાવી દીધી છે. કીવી ટીમ તરફથી કેપ્ટન ટિમ સાઉથીએ પંત અને અય્યરને આઉટ કર્યા છે, તો એડમ મિલ્નેએ ઇશાન કિશનને પેવેલિયન મોકલ્યો છે, અત્યારે 3 ઓવર બાદ ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 23 રન પર પહોંચ્યો છે, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બન્ને શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતીય ફાસ્ટ બૉલરોએ નેપિયરની પીચ કેર વર્તાવ્યો છે, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે તાબડતોડ બૉલિંગ કરતા 4-4 વિકેટો ઝડપીને કિવી ટીમને માત્ર 160 રન પર રોકી લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટો ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટો પોતાના નામે કરી હતી. આ બન્ને બૉલરો સામનો કરવામાં કિવી બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા.
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમે 20 ઓવર પણ ન હતી રમી, માત્ર 19.4 ઓવરમાં 160 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કીવી ટીમ તરફથી સૌથી વધુ ડેવૉન કૉન્વેએ 59 રન અને ગ્લેન ફિલિપ્સે 54 રનની ઇનિંગ રમી હતી.
આ ટી20માં કૉન્વે બાદ કીવી ટીમના બીજા બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે ફિફ્ટી ફટકારી છે. ફિલિપ્સે 33 બૉલમા આક્રમક 54 રન બનાવ્યા હતા, તેને 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આ ઇનિંગ રમી હતી.
ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન ડેવૉન કૉન્વેએ ભારતીય ટીમ સામે તાબડતોડ ફિફ્ટી ફટકારી છે. કૉન્વેએ 39 બૉલમાં 51 રનની ઇનિંગ રમી છે. જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે.
કીવી ટીમના 100 રન પુરા થઇ ગયા છે, 13 ઓવર બાદ ન્યૂઝીલેન્ડે 2 વિકેટના નુકશાને 105 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર ગ્લેન ફિલિપ્સ 35 રન અને ડેવન કૉન્વે 48 રન બનાવીને ક્રિઝ પર છે.
ધીમી શરૂઆત બાદ કીવી ટીમે બેટિંગમાં સ્પીડ પકડી છે, 11 ઓવરના અંતે ટીમે 2 વિકેટના નુકશાને 82 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર ડેવૉન કૉન્વે 44 રન અને ગ્લેન ફિલિપ્સ 16 રન બનાવીને રમી રહ્યાં છે.
કીવી ટીમની ધીમી શરૂઆત બાદ 50 રન પુરા થઇ ગયા છે, ટીમે 8 ઓવરના અંતે પોતાની બે મહત્વની વિકેટો ગુમાવીને 55 રનનો સ્કૉર કરી દીધો છે. ક્રિઝ પર ડૉવૉન કૉન્વે 30 રન અને ગ્લેન ફિલિપ્સ 3 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતીય ટીમને ફાઇનલ ટી20માં પ્રથમ સફળતા અર્શદીપ સિંહે અપાવી છે, અર્શદીપ સિંહે ઓપનર ફિન એલનને 3 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. કીવી ટીમ 4 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 30 રન પર પહોંચી છે, ડેવૉન કૉન્વે 16 રન અને માર્ક ચેપમેન 5 રન બનાવીને ક્રિઝ પર છે.
કીવી ટીમની બેટિંગ શરૂ થઇ ગઇ છે, ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનિંગમાં ડેવૉન કૉન્વે અને ફિન એલન આવ્યા છે, અને બેટિંગ કરી રહ્યાં છે. કીવી ટીમે 1 ઓવર બાદ વિના વિકેટ 4 રન બનાવી લીધા છે.
આજની અંતિમ ટી20માં બન્ને ટીમોમાં એક એક એક ફેરફાર કરવામાં આવ્યો છે, ભારતીય ટીમમાં આજની મેચમાં ફાસ્ટ બૉલર હર્ષલ પટેલને તક આપવામાં આવી છે, હર્ષલને વૉશિંગટન સુંદરની જગ્યાએ મોકો મળ્યો છે, જ્યારે કીવી ટીમમાં કેપ્ટન કેન વિલિયમસનની જગ્યાએ ટીમમાં મીડલ ઓર્ડર બેટ્સમેન માર્ક ચેપમેનને સામેલ કરવામાં આવ્યો છે. આજની મેચમાં કેન વિલિયમસના બદલે ટિમ સાઉથી કેપ્ટનશીપ કરી રહ્યો છે.
ઇશાન કિશન, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.
ફિન એલન, ડેવૉન કૉન્વે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જિમી નિશામ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.
કીવી ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે ભારતીય ટીમને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચમાં કીવી ટીમની કમાન ટિમ સાઉથની હાથમાં છે.
તાજા રિપોર્ટ પ્રમાણે અત્યારે મેક્લિન પાર્કના નેપિયર ગ્રાઉન્ડ પર વરસાદે બેટિંગ શરૂ કરી દીધી છે. નેપિયરમાં વરસાદ શરૂ થવાથી મેચ પર પણ ખતરો ઉભો થયો છે. હાલમાં મેચ શરૂ થવામાં દોઢ કલાકનો સમય બચ્યો છે, પરંતુ વરસાદથી મેચને વધારે નુકશાન ના થવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વેધર રિપોર્ટ છે કે નેપિયરમાં બપોર સુધી વાતાવરણ સાફ થઇ જશે. ભલે નેપિયરમાં વરસાદ શરૂ થઇ ગયો હોય, પરંતુ મેચ રદ્દ થાય એટલો નથી પડી રહ્યો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હવે તે જલદી બંધ થઇ શકે છે. બપોર સુધી વાતાવરણ સાફ પણ થઇ જશે. જોકે, સામાન્ય વરસાદ મેચમાં વિઘ્ન નાંખી શકે છે, પરંતુ મેચ પુરેપુરી રદ્દ થવાની આસાર ઓછા છે
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ ગયા બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
ભારત અને ન્યૂઝીલેન્ડની ત્રીજી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12.00 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે. સીરીઝની બીજી ટી20 મેચ મેક્લિન પાર્કના નેપિયર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.
આજે ભારતીય ટીમના યુવા ફાસ્ટ બૉલર અને જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિકનો જન્મદિવસ છે, બીસીસીઆઇએ ટ્વીટ કરીને ઉમરાન મલિકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 21 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 7 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે.
ઇશાન કિશન, ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન મેક્સેવેલ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ન, લૉકૂ ફર્ગ્યૂસન.
આજની મેચ બપોરે 12 વાગ્યાથી ડીડી સ્પૉર્ટ્સ પરથી લાઇવ જોઇ શકાશે, આ મેચ ત્રણ મેચોની ટી20 સીરીઝની અંતિમ મેચ છે, અને મેકલીન પાર્કના નેપિયર ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે જાણો આ પીચ કોણે વધુ મદદ કરી શકે છે. નેપિયરની મેક્લિન પાર્કની પીચની વાત કરીએ તો બેટિંગ માટે આ પીચ ખુબ મદદગાર સાબિત થઇ શકે છે. અહીં અત્યાર સુધી ચાર કમ્પલેટ મચે રમાઇ છે. આમાં ચાર વાર 170+ રન બન્યા છે. અહીં સર્વોચ્ચ સ્કૉર 241 રનનો છે. આવામાં આજની મેચ પણ હાઇસ્કૉરિંગ જરૂર થઇ શકે છે. આજની મેચમાં રનોના ઢગલા થઇ શકે છે. જોકે આજે થોડોક વરસાદ પડી શકે એવી પુરેપુરી સંભાવના પણ છે. નેપિયરમાં આજે વાદળો છવાયેલા રહેશે.
ભારતીય ટીમમાં આજે કેપ્ટન હાર્દિક પંડ્યા એક મોટો ફેરફાર કરી શકે છે, રિપોર્ટ છે કે આજે ટીમમાં સંજૂ સેમસનની વાપસી થઇ શકે છે. પ્રથમ બે ટી20માં સંજૂ સેમસનને ન હતો સામેલ કરવામાં આવ્યો, બાદમાં સોશ્યલ મીડિયા પર ફેન્સે ટીમ ઇન્ડિયાની આકરી ઝટકણી કાઢી હતી, હવે ત્રીજી ટી20 સંજૂ સેમસનની વાપસી થઇ શકે છે. સંજૂ સેમસનને ટીમમાં દીપક હુડ્ડાની જગ્યા સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે કેપ્ટન કેન વિલિયમસનની જગ્યાએ કીવી ટીમમાં બીજો કોઇ ખેલાડી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઇ શકે છે.
ભારતીય ટીમમાં આજે કેપ્ટન હાર્દિક પંડ્યા એક મોટો ફેરફાર કરી શકે છે, રિપોર્ટ છે કે આજે ટીમમાં સંજૂ સેમસનની વાપસી થઇ શકે છે. પ્રથમ બે ટી20માં સંજૂ સેમસનને ન હતો સામેલ કરવામાં આવ્યો, બાદમાં સોશ્યલ મીડિયા પર ફેન્સે ટીમ ઇન્ડિયાની આકરી ઝટકણી કાઢી હતી, હવે ત્રીજી ટી20 સંજૂ સેમસનની વાપસી થઇ શકે છે. સંજૂ સેમસનને ટીમમાં દીપક હુડ્ડાની જગ્યા સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે કેપ્ટન કેન વિલિયમસનની જગ્યાએ કીવી ટીમમાં બીજો કોઇ ખેલાડી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઇ શકે છે.
ભારતીય ટીમે બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરી હતી અને 52 બોલમાં 62 રનની અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જો કે વિલિયમ્સન આ મેચમાં કિવી ટીમને જીત અપાવી શક્યો ન હતો પરંતુ તેણે આખી મેચમાં શાનદાર લડત આપી હતી.
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ત્રીજી T20માં ઉપલબ્ધ રહેશે નહીં. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, કેન વિલિયમ્સન ટી20 સિરીઝની ત્રીજી મેચ નહીં રમે. તેની મેડિકલ એપોઇન્ટમેન્ટ છે. આવી સ્થિતિમાં ટીમમાં તેની જગ્યાએ માર્ક ચેપમેનને સ્થાન આપવામાં આવ્યું છે. તે સોમવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાશે. કેન વિલિયમ્સન આ મેચમાંથી બહાર થયા બાદ કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ સંભાળશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મુકાબલો રમાશે. ત્રણ મેચની શ્રેણીમાં ભારતને હાલ 1-0થી સરસાઈ હાંસલ છે. આ શ્રેણીની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતે યજમાન ન્યુઝીલેન્ડને કારમો પરાજય આપ્યો હતો. હાર્દિક પંડ્યાનીઆગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુર્યકુમાર યાદવે તો મેદાનમાં રીતસરનું વાવાઝોડું લાવી દીધું હતું તો બોલિંગમાં તમામ બોલર્સે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આજે નેપિયર ખાતે ફાઈનલ મુકાબલો રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જણાઈ રહ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નેપિયર ગ્રાઉન્ડ પર રમાશે, ભારત સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂક્યુ છે. આજે બન્ને માટે મેચ જીતવી જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -