જયપુરઃ તમિલનાડુની ટીમ વિજય હઝારે વન-ડે ટુનામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ટીમે બીજી સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રને બે વિકેટથી હાર આપી હતી. ટીમ ફાઇનલમાં હિમાચલ પ્રદેશ સામે ટકરાશે. સૌરાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટના નુકસાન પર 310 રન બનાવ્યા હતા. શેલ્ડન જૈક્સને 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં તમિલનાડુએ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. બાબા અપરાજિતે સદી ફટકારી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે શાનદાર 70 રનની ઇનિંગ રમી હતી .


મેચની અંતિમ ઓવર રોમાંચક રહી હતી. તમિલનાડુને જીત માટે સાત રનની જરૂર હતી અને ફક્ત બે વિકેટ બાકી હતા. સાઇ કિશોરે નવ બોલ પર અણનમ 12 રન બનાવી ટીમને જીતી અપાવી હતી. ટીમે લક્ષ્યને અંતિમ બોલ પર હાંસલ કર્યો હતો.  168 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ વોશિંગ્ટન સુંદરે મોરચો સંભાળ્યો હતો. તેણે 61 બોલમાં 70 રન ફટકાર્યા હતા. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ પાંચ વિકેટ ઝડપી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.


311 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી તમિલનાડુની શરૂઆત સારી રહી નહોતી. ટીમે 23 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં બાબા અપરાજિત અને બાબા ઇન્દ્રજીતે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. અપરાજિત 124 બોલમાં 122 રન બનાવ્યા હતા જેમાં 12 ચોગ્ગા અને ત્રણ સિક્સનો સમાવેશ થાય છે.


Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 


 


મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?


 


કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?


 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર