નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઘરેલુ સીરીઝમાં 3-0થી ક્લિન સ્વીપ કરવાથી ભારતીય ટીમને મોટી સિદ્ધિ મળી છે. ભારત સોમવારે આઇસીસી પુરુષ ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં ટૉપ પર પહોંચી ગઇ છે. ભારતે કોલકત્તામાં રવિવારે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 17 રનથી હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં ક્લિન સ્વીપ કર્યુ હતુ. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ટી20 ક્રિકેટમાં 6 વર્ષ બાદ પ્રથમ નંબર પર આવી ગઇ છે. 


આ શાનદાર પ્રદર્શથી ભારત ટી20 ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડને ટૉપના સ્થાન પરથી હટાવવામાં સફળ રહ્યું. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમની પણ ઇંગ્લેન્ડના બરાબર 269 રેટિંગ છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેની 39 મેચોમાં  269 રેટિંગ છે, પરંતુ ભારતના 10,484 પૉઇન્ટ છે જે ઇંગ્લેન્ડ (10474) થી 10 પૉઇન્ટ વધારે છે. 


આઇસીસીના નિવેદન અનુસાર, પાકિસ્તાન (રેટિંગ 266), ન્યૂઝીલેન્ડ (255) અને દક્ષિણ આફ્રિકા (253) ટૉપ પાંચમા સામેલ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા (249) શ્રીલંકા વિરુદ્ધ સીરીઝમાં 4-1થી જીત બાદ છઠ્ઠા સ્થાન પર રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, ટી20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લી કેટલીક સીરીઝમાં સતત સારુ પ્રદર્શન કર્યુ છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝ પહેલા ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યુ હતુ. જ્યારે આ પહેલા શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પર શાનદાર જીત હાંસલ કરી હતી. દિલચસ્પ વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં અત્યાર સુધી સતત સારુ પ્રદર્શન કર્યુ છે.


આ પણ વાંચો...........


Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર


આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે


NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ


WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત


Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ


Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર


Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા