નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. આ દરમિયાન અનેક સેલિબ્રિટી લોકોની મદદે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો (Team India) કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ કોરોના જંગમાં લોકની સાથે છે. કોરોનાગ્રસ્ત લોકોની સારવાર માટે આશરે 11 કરોડ એકત્ર કર્યા બાદ તેણે હવે પૂર્વ મહિલા ક્રિકેટર કેએસ શ્રીવંતી નાયડૂની (KS Sravanthi Naidu) માતાની સારવાર માટે 6.77 લાખ રૂપિયાનું દાન કર્યું છે. શ્રીવંતીના માતા-પિતા કોરોનાનો સામનો કરી રહ્યા છે અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.
શ્રીવંતી તેના માતા-પિતાની સારવાર માટે અત્યાર સુધીમાં 16 લાખનો ખર્ચ કરી ચુકી છે. થોડા દિવસ પહેલાં તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પાસે સોશિયલ મીડિયા પર મદદ માંગી હતી. શ્રીવંતીની બહેન એન વિદ્યા યાદવે એક પોસ્ટમાં વિરાટને પણ ટેગ કર્યો હતો. વિરાટે તેનો જવાબ આપતા મદદની જાહેરાત કરી હતી.
વિદ્યા પહેલા બીસીસીઆઈ સાઉથ ઝોન કન્વીનર રહી ચુકી છે. તેણે કહ્યું, હું વિરાટની મદદથી હેરાન છું. મહાન ક્રિકેટરે મહાન રોલ અદા કર્યો છે. હું મેન્સ ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો પણ આભાર માનું છું. તેણે વિરાટને આ અંગે વાત કરી હતી. શ્રીવંતીના માતા-પિતા માટે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા હનુમા વિહારીએ પણ ફંડ રેઝિંગ કેમ્પેન શરૂ કર્યું છે. તેને કોચ શ્રીધરે આમ કરવા કહ્યું હતું. શ્રીધરને વિરાટ, હનુમા અને બીસીસીઆઆઈને ટેગ કરી શ્રીવંતીની મદદની અપીલ કરી હતી.
શ્રીવંતીએ ઈન્ટરનેશનલ કરિયરમાં 4 વન ડે અને 1 ટેસ્ટ રમી છે. તેના નામે ટી-20માં ડેબ્યૂ કરતી વખતે બેસ્ટ બોલિંગનો રેકોર્ડ છે. તેણે ડેબ્યૂ ટી-20માં 9 રન આપીને 4 વિકેટ લીધી હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 57 લાખ 72 હજાર 400
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440
- કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789
- કુલ મોત - 2 લાખ 87 હજાર 112
5 દિવસથી કોરોનાની સારવાર લેતાં ગુજરાતના કયા સાંસદની તબિયત લથડી? જાણો મોટા સમાચાર
આ ગુજરાતી ક્રિકેટરના પત્ની વાવાઝોડાથી પ્રભાવિત લોકોની મદદે આવ્યા આગળ, 600 પરિવારને આપશે રાશન કિટ