England vs India 5th Test Virat Kohli Edgbaston Birmingham: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે એક ટેસ્ટ મેચ રમાશે. આ પછી ટી20 અને વનડે સીરીઝનુ આયોજન થશે. ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. ટેસ્ટ મેચ બર્મિંઘમમાં 1 જુલાઇથી રમાશે. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, અને જસપ્રીત બુમરાહ સહિતના તમામ ખેલાડીએ શુક્રવારે લંડનમાં પ્રેક્સિસ શરૂ કરી દીધી છે. આની તસવીરો બીસીસીઆઇએ ટ્વીટ કરી છે, આમાં શુભમન ગીલ અને શાર્દૂલ ઠાકુર પણ દેખાઇ રહ્યાં છે. 


ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ સમયે લંડનમાં છે, તે અભ્યાસ શરૂ કરી ચૂક્યા છે. બીસીસીઆઇએ ફેન્સ માટે કેટલીક તસવીરો ટ્વીટ કરી છે, આમાં કોહલી, પુજારા, બુમરાહ, ગિલ અને પ્રસિદ્ધ કૃષ્ણા દેખાઇ રહ્યો છે. બીસીસીઆઇએ ચાર તસવીર ટ્વીટ કરી છે. આ ફેન્સને ખુબ પસંદ આવી છે. ટ્વીટર પર આને હજારો લોકો લાઇક્સ અને શેર કરી ચૂક્યા છે. 






ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચ બાદ 7 જુલાઇથી ટી20 સીરીઝ રમાશે. આ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 10 જુલાઇએ રમાશે. વળી, 12 જુલાઇથી વનડે મેચ રમાશે. આ સીરીઝની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 17 જુલાઇ રમાશે. 


ભારતે ટેસ્ટ મેચ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અને શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યા છે. વળી, ફાસ્ટ બૉલરોમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને જગ્યા મળી છે.


આ પણ વાંચો...... 


HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર


ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી


આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર


Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર


ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?