Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ખરાબ હવામાનને કારણે BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી

gujarati.abplive.com Last Updated: 04 Jul 2024 10:28 PM
Team India Victory Parade LIVE: લાખો ચાહકો ટીમ ઈન્ડિયા સાથે  જશ્નમાં ડૂબ્યા

ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ટીમ ઈન્ડિયા માટે ઐતિહાસિક હતો. બારબાડોસથી પરત ફર્યા બાદ પહેલા દિલ્હી અને પછી મુંબઈએ તેમનું શાનદાર સ્વાગત કર્યું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમની વિજય પરેડ પણ ઐતિહાસિક બની હતી. જેમાં લાખો ચાહકોએ ભાગ લીધો હતો.


ટીમ ઈન્ડિયા જ્યારે વાનખેડે પહોંચી ત્યારે અહીં પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારતીય ટીમના ખેલાડીઓએ અહીં જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ પછી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહે ચાહકોને સંબોધ્યા. ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા મળ્યા છે.

વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. સમગ્ર સ્ટેડિયમમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ચાહકોનો આભાર માન્યો હતો.


વર્લ્ડકપની ટ્રોફી સાથે ગળે મળ્યા કોહલી અને રોહિત

Team India Victory Parade LIVE:ઓપન બસમાં ટ્રોફી સાથે જોવા મળતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઓપન બસમાં જોવા મળી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સે પણ એક રસપ્રદ ફોટો શેર કર્યો છે.





ટીમ ઇન્ડિયાની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ ઉમટ્યા હતા

Team India Victory Parade Mumbai Live :  કેમેરામાં આ ક્ષણને કેદ કરી રહ્યા છે ખેલાડીઓ

વિજય સરઘસ દરમિયાન ભારતીય ટીમના સભ્યો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં હાજર રહેલા ચાહકો પણ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે અને તે ક્ષણને તેમના ફોનમાં કેદ કરી રહ્યાં છે. આ વચ્ચે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજ ચાહકોને ખુશ કરી રહ્યા છે.





ભારતીય ખેલાડીઓ બસમાં સવાર થઇને વાનખેડે સ્ટેડિયમ તરફ જઇ રહ્યા છે

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બસમાં સવાર થઇને વાનખેડે સ્ટેડિયમ તરફ જઇ રહ્યા છે. બીસીસીઆઇએ આ અંગેની પોસ્ટ એક્સ પર કરી હતી. 


 





Team India Victory Parade LIVE: લાખો ચાહકોથી ઘેરાઇ ટીમ ઈન્ડિયાની બસ

આ સમયે સમગ્ર દેશની નજર મુંબઈ પર છે. લાખો ચાહકોએ ટીમ ઈન્ડિયાની બસને ઘેરી લીધી છે. ટીમ ઈન્ડિયાની વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ તે સાંજે 7 વાગ્યા સુધી પણ શરૂ થઈ શકી નથી





મરીન ડ્રાઇવ પર ભીડ વચ્ચે કાઢવામાં આવી એમ્બ્યુલન્સ

ખેલાડીઓને આવકારવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ એકઠા થયા હતા

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયા મરીન ડ્રાઈવ જવા રવાના થઈ

ટીમ ઈન્ડિયા મરીન ડ્રાઈવ તરફ જવા માટે રવાના થઈ ગઈ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ બસ દ્વારા મરીન ડ્રાઈવ પહોંચશે.





મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ મરીન ડ્રાઇવ એકઠા થયા

વાનખેડે સ્ટેડિયમમાં ફેન્સ થયા એકઠા

ચેમ્પિયન્સને આવકારવા માટે વાનખેડે સ્ટેડિયમ પણ હાઉસફૂલ થઇ ગયું છે. લાખોની ભીડ શેરીઓ પર ઉભી છે, ત્યારે સ્ટેડિયમમાં હજારો ચાહકો પણ એકઠા થયા છે.





મરીન ડ્રાઈવ પર ચાહકોની ભીડ એકઠી થઇ

મુંબઈમાં ટીમ ઈન્ડિયાની ઓપન બસ વિજય પરેડ પહેલા મરીન ડ્રાઈવ પર મોટી ભીડ એકઠી થઈ છે. દરેક વ્યક્તિ ચેમ્પિયનની રાહ જોઈ રહ્યો છે. થોડી જ વારમાં ચેમ્પિયન્સ ઓપન બસમાં સવાર થશે અને વિજય પરેડ કરશે.





Team India Victory Parade LIVE: ચાહકો ટીમ ઈન્ડિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

મુંબઈમાં ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશન માટે ઘણી તૈયારીઓ કરી છે. બીસીસીઆઈ વાનખેડે સ્ટેડિયમમાં ઈનામી રકમ પણ આપશે.

તમામ ખેલાડીઓએ વડાપ્રધાન મોદી સાથે તસવીર ક્લિક કરાવી હતી

વડાપ્રધાન મોદીએ ટીમ ઇન્ડિયા સાથે મુલાકાત કરી હતી

બ્રેકગ્રાઉન્ડ

PM Narendra Modi-Team India Meeting: T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ખરાબ હવામાનને કારણે BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય, તેમના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ સવાર હતા. આજે દિલ્લીમાં પીએમ મોદીએ વિશ્વ વિજેતા ટીમને શુભકામના પાઠવી અને જીત બદલ ખેલાડીને બિરદાવ્યાં હતા. 


વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થશે. આ કાર્યક્રમનું આયોજન અહીં વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે વાનખેડે સ્ટેડિયમમાં એન્ટ્રી ફ્રી હશે. પરંતુ જે પહેલા પહોંચશે તેને જ સ્થાન મળશે. એકવાર બધી સીટો ભરાઈ જાય પછી દરવાજા બંધ થઈ જશે.


ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024 જીત્યો છે. આ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેથી, 2007માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી, તે આ વખતે પણ એવી જ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ T20 વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે આ અમારા માટે ખુશીની વાત છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.