Team India Squad Asian Games: 19મી એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે. યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. રિન્કુ સિંહ, પ્રભસિમરન સિંહ અને જીતેશ શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ પણ ભારતીય ટીમનો ભાગ છે. આ ત્રણેય ખેલાડીઓએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ યુવા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. રિન્કુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારત એશિયન ગેમ્સમાં પ્રથમ વખત તેની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ મોકલી રહ્યું છે.


સીનિયરો સાઇડ પર -
અનુભવી બેટ્સમેન શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે એશિયન ગેમ્સમાં ધવન ટીમની કેપ્ટનશીપ કરશે, પરંતુ તેને ટીમમાં જગ્યા પણ મળી શકી નથી. એશિયન ગેમ્સ 2023માં ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રમાવવાની છે. ઓડીઆઈ વર્લ્ડકપ (ઓક્ટોબર 5-નવેમ્બર 19) સાથે એશિયન ગેમ્સની અથડામણની તારીખોથી પુરુષોની ટૂર્નામેન્ટમાં બીજા લેવલની ભારતીય ટીમ પસંદ કરવામાં આવી છે.


19મી એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ: - 
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિન્કુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).


સ્ટેન્ડબાય ખેલાડીઓ:- યશ ઠાકુર, સાઈ કિશોર, વેન્ટેકેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન.


ભારત પ્રથમ વખત પોતાની ક્રિકેટ ટીમ મોકલી રહ્યું છે
એશિયન ગેમ્સમાં ત્રીજીવાર ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. 2014 અને 2014ની ગેમ્સમાં પણ એક ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં BCCIએ પુરુષ કે મહિલા ટીમને મોકલી ન હતી. 2010ની ગેમ્સમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને અનુક્રમે પુરૂષ અને મહિલા કેટેગરીમાં ગૉલ્ડ જીત્યો હતો અને 2014માં શ્રીલંકાએ પુરુષોની કેટેગરીમાં અને પાકિસ્તાને મહિલા કેટેગરીમાં ગૉલ્ડ જીત્યો હતો.






ગયા વર્ષે જ 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 19મી એશિયન ગેમ્સ રમાવવાની હતી, પરંતુ ચીનમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ આ ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી. એકંદરે એશિયન ગેમ્સ ત્રીજીવાર ચીનમાં યોજાવા જઈ રહી છે. ચીનની રાજધાની બેઇજિંગે વર્ષ 1990માં એશિયન ગેમ્સનું આયોજન કર્યું હતું, જ્યારે ગુઆંગઝૂને વર્ષ 2010માં આ પ્રતિષ્ઠિત રમતની યજમાની કરવાનો મોકો મળ્યો હતો.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial