નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે માર્ચમાં ટેસ્ટ સીરીઝ રમાશે. આ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પસંદગીકારોએ કેટલાય યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે. ટીમમાં ઉત્તરપ્રદેશના બૉલર સૌરભ કુમારને જગ્યા મળી છે. સૌરભ કુમારે ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને તે સિલેક્ટર્સની નજરમાં ઘણા સમયથી હતો. સૌરભ કુમારને સારા પ્રદર્શનનો લાભ મળ્યો છે અને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

Continues below advertisement

ઉત્તરપ્રદેશના બાગપતનો રહેવાસી સૌરભ કુમારે ઘણા સમય સુધી નેટ્સ પર પ્રેક્ટિસ કરી. તે દરરોજ ટ્રેનથી દિલ્હી જતો હતો. તેની લાંબા સમયની મહેનત સફળ થઇ અને વર્ષ 2014માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ બાદ તે વર્ષ 2015માં લિસ્ટ એ માટે પણ ટીમમાં સામેલ થઇ ગયો. 

સૌરભ કુમારે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસમાં 46 મેચો રમી છે. આ દરમિયાન તેને 196 વિકેટ પોતાના નામે કરી છે. તે 16 વાર એક ઇનિંગમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લઇ ચૂક્યો છે. જ્યારે 6 વાર દસ-દસ વિકેટ લીધી છે. આ ટેલેન્ટેડ બૉલરે લિસ્ટ એની 25 મેચોમાં 37 વિકેટ ઝડપી છે, અને 33 ટી20 મેચોમાં 24 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ રીતે કુલ 257 વિકેટ લઇ ચૂક્યો છે. સૌરભ કુમારની ખાસ વાત છે કે તે બેટિંગમાં પણ સારો છે. તેને ફર્સ્ટ ક્લાસ મેચોમાં બે સદી ફટકારી છે. 

Continues below advertisement

યુપીની આ બૉલરની વાત કરીએ તો સૌરભ કુમાર યુપીના બાગપતનો રહેવાસી છે અને તેના પિતા આકાશવાણીમાં જૂનિયર એન્જિયનીયરના પદ પર હતા. સૌરભના પિતા ઇચ્છતા હતા કે તેનો દીકરો ક્રિકેટર બને. 

આ પણ વાંચો...........

Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર

આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ

WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત

Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ

Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર

Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા