IND vs PAK Live Streaming: એશિયા કપ 2022માં આજે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે. ફેન્સ પણ આ મેચને લઇને ઉત્સાહિત છે. આ મેચની ટિકીટો પણ વેચાઇ ચૂકી છે. પાકિસ્તાની ટીમ આ ટૂર્નામેન્ટ માટે મંગળવારે દુબઇ પહોંચી ગઇ હતી. વળી, ભારતીય ટીમ પહેલાથી જ દુબઇ પહોંચી ચૂકી હતી. એશિયા કપની શરૂઆતથી જ ભારતે 7 વાર ખિતાબ જીતીને આ ટૂર્નામેન્ટ પર દબદબો બનાવી દીધો છે. જ્યારે પાકિસ્તાની ટીમ 2 વાર આ ખિતાબ જીતવામાં સફળ રહી છે.
ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ -
ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.
લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ -
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
એશિયા કપ માટે ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ